BREAKING NEWS

કાલે અમિત શાહ, નડ્ડાની હાજરીમાં મંત્રીમંડળ વિસ્તરણ

  • October 16, 2025 12:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મુખ્યમંત્રી ભુપેન્દ્રપટેલના મંત્રી મંડળના વિસ્તરણમાં પદનામિત મંત્રીઓનો શપથ વિધિ શુક્રવાર, તા ૧૭ ઓકટોબરે સવારે ૧૧ .૩૦ કલાકે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે  યોજવામાં આવશે. રાય સરકાર દ્રારા સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવતા તમામ અટકળો નો અતં આવ્યો છે. તે પૂર્વે આજે સાંજે વિધાનસભાના ભાજપ પક્ષના ધારાસભ્યોની મહત્વની બેઠક ગાંધીનગર ખાતે મળશે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ જેપી નડ્ડા સહિતના આગેવાનો આજે સાંજ સુધીમાં કાલે  ગુજરાત પહોંચી રહ્યા છે. મંત્રીમંડળના સંભવિત વિસ્તરણની ઘડીઓ ગણાય રહી છે ત્યારે ભાજપના રાષ્ટ્ર્રીય નેતાઓએ ગુજરાતમાં ધામા નાખશે. આ વિસ્તરણની પ્રક્રિયાને અંતિમ ઓપ આપવા અને નવા મંત્રીઓને શપથ લેવડાવવા માટે કેન્દ્રીય નેતૃત્વ ગુજરાત આવી રહ્યું છે.


આજે ભાજપના રાષ્ટ્ર્રીય મહામંત્રી સુનિલ બંસલ ગાંધીનગર આવશે અને ગાંધીનગર વિધાનસભા ખાતે ભાજપના ધારાસભ્યો સાથે મહત્ત્વની બેઠક યોજશે, જે વિસ્તરણ પહેલાનું અંતિમ માર્ગદર્શન સત્ર બની રહેશે
મંત્રીમંડળના શપથવિધિ સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્ર્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા પણ હાજર રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બંને દિગ્ગજ નેતાઓ શપથવિધિ માટે આજે મોડી રાત્રે અથવા શુક્રવારે સવારે ગાંધીનગર આવશે. રાષ્ટ્ર્રીય નેતાઓની ઉપસ્થિતિ અને ધારાસભ્યોની બેઠકોનો ધમધમાટ સ્પષ્ટ્ર સંકેત આપે છે કે ગુજરાતમાં  મંત્રીમંડળમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે.


દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક પૂર્ણ થયા બાદ ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ ઝડપી બની છે, અને રાયના મંત્રીમંડળનું વિસ્તરણ શુક્રવારે, આકટોબર ૧૭, ૨૦૨૫ મહાત્મા મંદિર ખાતે શપથવિધિ સમારોહ યોજાશે.નવા મંત્રીઓ શુક્રવારે બપોરે ૧૨.૩૯ વાગ્યે વિજય મુહર્તમાં શપથ લે તેવી શકયતા છે, જેનો મહાત્મા મંદિર ખાતે શપથગ્રહણ સમારોહ યોજાશે. મુખ્યમંત્રી આજે મુંબઈથી આવીને રાયપાલને મળીને શપથવિધિ માટેનો સમય માંગશે, જેના પગલે રાયપાલનો શુક્રવારનો મુંબઈનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. મંત્રીપદ માટે લેઉવા પાટીદાર, કડવા પાટીદાર અને આહીર સમાજમાંથી નામો ચર્ચામાં છે, જેમાં અમરેલીથી મહેશ કસવાલાકૌશિક વેકરિયા, ભાવનગરથી જીતુ વાઘાણી અને આહીર સમાજમાંથી ઉદય કાનગડત્રિકમ છાંગા જેવા નામો પર અંતિમ નિર્ણય લેવાઈ રહ્યો છે.


રાજયપાલ આચાર્ય દેવવ્રતજી રાયમંત્રી મંડળના આ વિસ્તરણમાં  સમાવિષ્ટ્ર થનારા પદનામિત મંત્રીઓને હોદ્દો અને ગોપનીયતાના શપથ આ સમારોહમાં લેવડાવાશે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓનો અતં આવી ગયો છે  છે. આવતીકાલે બપોરે ૧૨.૩૯ કલાકે નવા મંત્રીઓ મહાત્મા મંદિર ખાતે શપથ ગ્રહણ કરશે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્ર્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ગુજરાત આવી રહ્યાં છે. નવા મંત્રીઓના નામો નક્કી જેવા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પડતા મૂકાનારા અને મંત્રી પદના નવા સાથી સાથે મુલાકાત કરી શકે છે. હાલ ગુજરાત સરકારની કેબિનેટમાં ૧૬ મંત્રીઓ છે, હવે નવા વિસ્તરણમાં અનેક નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.

ગુજરાત રાયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે મુંબઈથી પરત આવ્યા પછી તેઓ આ રાયપાલ આચાર્ય દેવવ્રતને મળીને શપથવિધિ માટેનું આમંત્રણ પાઠવશે. આ ઉપરાંત તેઓ મંત્રીઓનાં રાજીનામાના પત્ર અને શપથવિધિનો રાયપાલ આચાર્ય દેવવ્રત પોતાના વતન હરિયાણાના પ્રવાસે છે એમને પોતાનો કાર્યક્રમ ટૂંકાવીને આજે બપોર પહેલાં ગાંધીનગર બોલાવી લેવામાં આવ્યા છે.  મૂળ કાર્યક્રમ પ્રમાણે રાયપાલ હરિયાણાથી મહારાષ્ટ્ર્રનો પદભાર હોવાથી મુંબઇ જવાના હતા અને ૧૮મીએ ગાંધીનગર આવવાના હતા. એટલે મુંબઇના કાર્યક્રમોને પણ રદ કરવામાં આવ્યા છે.આજે રાયપાલ રાજભવન પહોંચી જશે. સાંજે ભાજપ વિધાનસભા પક્ષની બેઠક બાદ રાજીનામાના પત્રો અને નવા કેબિનેટની શપથવિધિ માટે સમય આપવાની કરતો પત્ર સુપરત રાયપાલ દ્રારા આવતીકાલે બપોરે ૧૧૩૦ વાગે મહાત્મા મંદિર ખાતે શપથવિધિ માટેનો સમય નિશ્ચિત કરાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application