વિશ્વની પ્રખ્યાત ઇન્વેસ્ટમેન્ટ અને બ્રોકરેજ ફર્મ સીએલએસએ એ ભારતમાં રોકાણને લઈને એક રિપોર્ટ બહાર પાડો છે જે રોકાણકારોને ખુશ કરી શકે છે. આમાં સૌથી મહત્વની વાત એ છે કે સીએલએસએએ કહ્યું કે તેઓ ભારત કરતાં ચીનમાં વધુ રોકાણ કરવાના તેમના અભિગમને ભૂલ માને છે. રિપોર્ટમાં સીએલએસએએ કહ્યું છે કે અમે ભારતને બદલે ચીનને રોકાણના સ્થળ તરીકે પ્રાથમિકતા આપવાનું પગલું પાછું ખેંચવાનો નિર્ણય કર્યેા છે. જો કે, તેની પાછળનું કારણ માત્ર ભારતમાંથી આવતા સંકેતો જ નથી પરંતુ બદલાતા વૈશ્વિક પરિદ્રશ્ય પણ છે.
હાલમાં, ટ્રમ્પ ૨.૦ ના આગમનના સમાચાર પછી, પરિસ્થિતિ ચીન માટે પ્રતિકૂળ બની રહી છે. અમેરિકામાં નવા ચૂંટાયેલા રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગમન બાદ ચીન માટે મુશ્કેલીઓ ચોક્કસપણે વધવાની છે. તેઓ આવું એટલા માટે કહી રહ્યા છે કારણ કે ટ્રમ્પે ચીનમાંથી આવતી મોટાભાગની ચીની નિકાસ પર ૬૦ ટકા ટેરિફ લાદવાનો અંદાજ લગાવ્યો છે. આવી સ્થિતિમાં ચીનમાંથી નિકાસની ઘટના ચીનની અર્થવ્યવસ્થા માટે આંચકા સમાન હશે અને આ પછી ડુટીમાં વધારો થવાથી ચીનની નિકાસને નુકસાન વેઠવું પડશે.
સીએલએસએ દ્રારા પાઉન્સિંગ ટાઈગર, પ્રીવેરિકેટિંગ ડ્રેગન નામના પ્રકાશિત અહેવાલમાં ત્રણ મુખ્ય બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમ કે ચીન–ભારત ટેરિફ યુદ્ધમાં ભારતને ચીન કરતાં ઓછું નુકસાન થશે.
અમેરિકામાં ફેડરલ રિઝર્વના બોન્ડ યીલ્ડ અને વ્યાજદર અંગેના નિર્ણય બાદ ડોલરના વધતા મૂલ્યને કારણે પિયામાં રોકાણને પ્રાધાન્ય આપવું ફાયદાકારક રહેશે. સપ્ટેમ્બરમાં ચીનમાં રાહત પેકેજના સમાચાર પછી, ભારતની તુલનામાં ચીનનું વધુ વજન જોવામાં આવ્યું હતું. સીએલએસએના ભારત પ્રત્યેના સકારાત્મક ધ્ષ્ટ્રિકોણનો સ્પષ્ટ્ર અર્થ એ છે કે હવે એફઆઈઆઈ રોકાણકારોને ચીનને બદલે ભારતમાં વધુ રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. જો ખરા અર્થમાં જોવામાં આવે તો, આ સીએલએસએની એક પ્રકારની ઘર વાપસી છે અને તેણે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે અને પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનંદાણા પાસે કાર પલ્ટી મારી જતા ચારને ઇજા
November 25, 2024 11:23 AMજામખંભાળિયામા મહારાષ્ટ્ર અને વાવ વિધાનસભામા ભાજપના ભવ્ય વિજયને વધાવતું ભાજપ
November 25, 2024 11:19 AMકેનેડાની અવળચંડાઇ યથાવત: આતંકી નિજ્જરનો કેસ સુધો સુપ્રીમમાં ચલાવશે
November 25, 2024 11:14 AMમંગળ ઉપર પહેલેથી જ પાણી હતું: ૪.૪૫ અબજ વર્ષ જૂના અવશેષોએ રહસ્ય ઉકેલ્યું
November 25, 2024 11:12 AMઆઈપીએલ મેગા ઓકશનનો આજે બીજો દિવસ: ૧૦ ટીમો ૧૩૨ ખેલાડીઓને ખરીદશે
November 25, 2024 11:11 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech