ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ ) ૨૦૨૫ સીઝનની બે દિવસીય મેગા ઓકશન સાઉદી અરેબિયાના જેદ્દાહમાં ચાલી રહી છે. પ્રથમ દિવસે ગઈકાલે તમામ ૧૦ ટીમોએ કુલ ૪૬૭.૯૫ કરોડ પિયા ખર્ચીને ૭૨ ખેલાડીઓ ખરીધા. આજે બીજા એટલે કે છેલ્લા દિવસે પણ હરાજી થશે.બીજા દિવસે ૧૩૨ ખેલાડીઓનું વેચાણ થશે. આને ખરીદવા માટે તમામ ૧૦ ટીમોના પર્સમાં કુલ ૧૭૩.૫૫ કરોડ પિયા બાકી છે. બીજા દિવસે ફાફ ડુ પ્લેસિસ, ગ્લેન ફિલિપ્સ, સેમ કુરાન, કેન વિલિયમસન, કૃણાલ પંડા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, દીપક ચહર, લોકી ફગ્ર્યુસન, ટિમ ડેવિડ, વિલ જેકસ, નવીન ઉલ હક, સ્ટીવ સ્મિથ, નીતિશ,રાણા અને અજિંકય રહાણે જેવા મોટા ખેલાડીઓ હરાજીમાં ઉતરશે.
પહેલા દિવસે ૩ ખેલાડીઓ પર એટલા પૈસા વરસ્યા કે આઈપીએલ ઈતિહાસના તમામ રેકોર્ડ તૂટી ગયા. આ ત્રણ ખેલાડીઓ છે વિકેટ કીપર ઋષભ પંત, મિડલ ઓર્ડર બેટસમેન શ્રેયસ અય્યર અને ઓલરાઉન્ડર વેંકટેશ અય્યર. પંતને લખનઉ સુપર જાયન્ટસ (એલએસજી)એ ૨૭ કરોડની બોલી લગાવીને ખરીધો હતો. આ રીતે પતં આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. પંતને કરારબદ્ધ કરવા માટે બેંગાલુ અને હૈદરાબાદે રસ દાખવતા બોલી લગાવી હતી, પણ લખનઉની ટીમ તેને ગમે તેટલી કિંમતે ખરીદવા તૈયાર હોય તેમ લાગતું હતુ અને આખરે તેઓએ રેકોર્ડ ૨૭ કરોડમાં તેને પોતાની ટીમમાં સામેલ કરી લીધો હતો. અગાઉ શ્રેયસ ઐયરને ખરીદવા માટે પંજાબ અને કોલકાતામાં હોડ જામી હતી અને તેમાં દિલ્હી પણ કુદી પડયું હતુ. આખરે તેને પંજાબે ૨૬.૭૫ કરોડમાં ખરીદી લીધો હતો.
પતં સિવાય શ્રેયસ અય્યરને પંજાબ કિંગ્સએ . ૨૬.૭૫ કરોડની બોલી લગાવીને ખરીધો હતો. આ રીતે શ્રેયસ હવે આઈપીએલ ઈતિહાસનો બીજો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. ત્રીજો નંબર વેંકટેશ અય્યરનો છે. તેને બોલિવૂડ સ્ટાર શાહખ ખાનની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સએ ૨૩.૭૫ કરોડ પિયામાં ખરીધો હતો.
ઈંગ્લેન્ડનો જોશ બટલર સૌથી મોંઘા વિદેશી ખેલાડી તરીકે બહાર આવ્યો હતો. બટલરને ગુજરાત ટાઈટન્સે પિયા ૧૫.૭૫ કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યેા હતો. આઇપીએલની હરાજીની શઆતમાં જ રાઈટ ટુ મેચ (આરટીએમ) કાર્ડનો ઉપયોગ જોવા મળ્યો હતો. હૈદરાબાદની ટીમે ફાસ્ટ બોલર અર્ષદીપને પિયા ૧૮ કરોડમાં ખરીધો હતો. જોકે પંજાબની ટીમે તેના આરટીએમ કાર્ડનો ઉપયોગ કરીને તેને પોતાની ટીમમાં પાછો સમાવી લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપહેલગામ હુમલાના આતંકવાદીઓને પકડવામાં મદદ કરશે US, તુલસી ગબાર્ડ બોલી, આ ઇસ્લામિક આતંકવાદી હુમલો
April 25, 2025 09:58 PMપાર્કિંગ નહીં તો દુકાન સીલ!: એસજી હાઇવે પર ઇસ્કોન ગાંઠિયા સહિત 12 દુકાનો પાર્કિંગના મામલે સીલ
April 25, 2025 09:56 PMરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech