વેરાવળના બિલ્ડર, ડેવલોપર, બ્રોકર, એડવોકેટ, આર્કિટેકટ, એન્જિનિયર અને કોન્ટ્રાકટર સહિતના બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા અગ્રણીઓએ જિલ્લ ા સેવા સદન ખાતે કલેકટર સમક્ષ રજૂઆત કરી હતી. રજૂઆતમાં જણાવાયું હતું કે, વેરાવળના ગામતળ અને ટીપી વિસ્તારોમાં બાંધકામ મંજૂરીની પ્રક્રિયા શ થઈ ગઈ છે.
જોકે, સુડા હેઠળ આવતા ઓજી વિસ્તારમાં તેમજ જિલ્લ ાના તાલુકાના ગામડાઓમાં બાંધકામની મંજૂરી આપવા અંગે હજુ સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. બાંધકામ ક્ષેત્રે જોડાયેલા ધંધાર્થીઓએ અગાઉ પણ ગામતળ અને ટીપી વિસ્તારોમાં મંજૂરીમાં વિલબં થતા આવેદનપત્ર આપ્યું હતું, જેના પરિણામે ત્યાં પ્રક્રિયા શ થઈ શકી હતી. હવે તેઓ વેરાવળના ઓજી વિસ્તાર તેમજ જિલ્લ ાના તમામ તાલુકાના ગામડાઓમાં બાંધકામ મંજૂરી પ્રક્રિયા તાત્કાલિક શ કરવાની માંગ કરી રહ્યા છે.
ગીર સોમનાથના ઓજી વિસ્તારમાં બાંધકામ મંજૂરી પ્રક્રિયામાં વિલબં થવાને કારણે બાંધકામ ક્ષેત્રના ધંધાર્થીઓએ માં બિલ્ડર ડેવલોપર એડવોકેટ આર્કિટેક ઇન્ટિરિયર બ્રોકર સહિતના બાંધકામ ક્ષેત્રે જોડાયેલા ધંધાર્થીઓ એ આજે જિલ્લ ા કલેકટરને આવેદનપત્ર સુપરત કયુ છે.સોમનાથ અર્બન ડેવલપમેન્ટ એરિયા (સુડા) દ્રારા મંજૂરી આપવામાં થતી ધીમી કામગીરી સામે વેપારીઓએ તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે. આવેદનપત્રમાં લેખિત રજૂઆત દ્રારા બાંધકામ મંજૂરીની પ્રક્રિયાને સરળ બનાવવા અને ઓજી વિસ્તારમાં તાત્કાલિક મંજૂરી આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ આવેદનપત્ર પર બાંધકામ ક્ષેત્રના અનેક અગ્રણીઓએ હસ્તાક્ષર કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application