BREAKING NEWS

મોરબી રોડ પર મોબાઇલ આઇડી મારફત સટ્ટો રમતા વેપારી પકડાયો

  • May 12, 2026 10:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમે જુના મોરબી રોડ પર જકાતનાકા પાસેથી આઇપીએલની મેચ પર મોબાઈલ આઈડી મારફત ક્રિકેટ રમતા વેપારીને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી મોબાઇલ ફોન કબજે કરી જરૂરી કાર્યવાહી કરી હતી. જાણવા મળતી વિગતો મુજબ, ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઇ ડી.પી. ઝાલાની રાહબરીમાં એસઆઇ સમીરભાઈ શેખ, હેડ કોન્સ્ટેબલ દીપકભાઈ ડાંગર, કોન્સ્ટેબલ જીલુભાઇ ગળચર સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન એવી બાતમી મળી હતી કે જૂના મોરબી રોડ જકાતનાકા પહેલા પ્રમુખરાજ-૧ કોમ્પ્લેક્સ નીચે એક શખસ મોબાઈલમાં ક્રિકેટ સટ્ટો રમી રહ્યો છે આ બાતમીના આધારે પોલીસની ટીમ અહીં પહોંચી હતી. પોલીસે અહીં એક શખસને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધો હતો જેની પૂછતાછ કરતા તેણે પોતાનું નામ દર્શિલ મહેશભાઈ પટણી (ઉ.વ.21 રહે. પ્રવસ્થી એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 302, સેટેલાઈટ ચોક મોરબી રોડ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેના મોબાઈલ ફોનમાં તપાસ કરતા ઓલ પેનલ 777 નામની આઈડી મારફત આરસીબી અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચેની મેચ પર સટ્ટો રમતો હોવાનું માલુમ પડ્યું હતું. જેથી પોલીસે મોબાઈલ કબજે કરી આ શખસ વિરુધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application