આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના ગુનામાં છેલ્લા ત્રણ માસથી નાસતો ફરતો મૂળ કલ્યાણપુર હાલ રાજકોટના રહેવાસી શખસને નાસતા ફરતા સ્કોડ ઝોન ૧ ની ટીમે ગોંડલ ચોકડી પાસેથી ઝડપી લઈ જરૂરી કાર્યવાહી કરી હતી.
અલગ અલગ ગુનાઓમાં નાસતા ફરતા આરોપી, વચગાળાના જામીન પરથી ફરાર, પેરોલ જમ્પ આરોપીઓને પકડી કાર્યવાહી કરવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના અપાય હોય જે અંતર્ગત પી.એસ.આઇ. બી.વી. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા સ્કોડ ઝોન-૧ ની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, આજીડેમ પોલીસ મથકમાં નોંધાયેલા દારૂના ગુનામાં ત્રણ માસથી ફરાર આરોપી કમલેશ જેતાભાઈ ભારવાડીયા(ઉં વ ૨૫)(હાલ રહે ઉપલેટા બસ સ્ટેન્ડ ચોકની બાજુમાં કણસાગરા દવાખાના વાળી શેરી રાજકોટ,મૂળ કલ્યાણપુર ગામ, ભાણવડ) ગોંડલ ચોકડી પાસે હોય. પોલીસે આ બાતમીના આધારે શખસને ગોંડલ ચોકડી પાસેથી દબોચી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આરોપી સામે ભાણવડ,રાજકોટ ગ્રામ્ય અને જામનગરના જામજોધપુર પોલીસ સ્ટેશનમાં મળી દારૂના નવ ગુના નોંધાઇ ચૂકયા છે.
આ કામગીરીમાં નાસતા ફરતા સ્કોડ ઝોન ૧ના એ.એસ.આઈ. જયપાલસિંહ ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ નિખિલભાઇ પીરોજીયા, નિલેશભાઈ જમોડ, જુગલભાઈ કથીરિયા સાથે રહ્યા હતા.