BREAKING NEWS

શાસ્ત્રી મેદાનમાંથી અજાણ્યા પુરૂષની લાશ મળી: વાલીવારસની શોધખોળ

  • October 28, 2025 12:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
શહેરના લીમડા ચોક પાસે શાસ્ત્રી મેદાનમાં અજાણ્યા પુરૂષની લાશ મળી આવી હતી. જે અંગે એ ડિવિઝન પોલીસે જરૂરી કાર્યવાહી ઓળખ મેળવવા વાલીવારસની શોધ શરૂ કરી છે. આ અંગે માહિતી હોય તો એ ડિવિઝનમાં જાણ કરવા જણાવાયું છે.


શહેરના લીમડા ચોક પાસે શાસ્ત્રી મેદાન અંદર ૫૦ વર્ષીય અજાણ્યો પુરુષ બેભાન હાલતમાં મળી આવ્યો હતો. જે અંગેની જાણ થતા તેને ૧૦૮ મારફતે સરકારી હોસ્પિટલ સારવારમા લાવતા ઇમરજન્સી વોર્ડ સર્જરી ૭ માં લાવતા ફરજ પરના ડો. વીજય મનીયારએ જોઇ તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગ એ ડિવિઝનના પીએસઆઇ એમ.આર.મકવાણાએ જરૂરી કાર્યવાહી કરી હતી. આ અજાણ્યા પુરૂષની ઓળખ મેળવવા પોલીસ તેના વાલીવારસની શોધખોળ શરૂ કરી છે. આ અજાણ્યા પુરૂષ અંગે માહિતી હોય તો એ.ડિવિઝન પોલીસ સ્ટેશન નં. ૦૨૮૧-૨૨૨૬૬૫૯ જાણ કરવા જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application