BREAKING NEWS

પ્રતિબંધની પરવા કર્યા વિના જ અબજોપતિ એલેકસી મોર્દાશોવની સુપરયોટ મસ્કત પહોંચી

  • April 28, 2026 02:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ અને કડક પ્રતિબંધો વચ્ચે, એક મોટી અને આશ્ચર્યજનક ઘટના બની છે. હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ અને પ્રતિબંધો વચ્ચે, રશિયન રાષ્ટ્ર્રપતિ વ્લાદિમીર પુતિનના નજીકના ગણાતા અબજોપતિ એલેકસી મોર્દાશોવની એક લકઝરી યોટ આ પ્રતિબંધિત માર્ગમાંથી આરામથી પસાર થઈ છે. ૧૪૨ મીટર લાંબી સુપરયાટ ૫૦૦ મિલિયન ડોલર (આશરે ૪,૭૧૦ કરોડ) થી વધુ કિંમતની હોવાનો અંદાજ છે.યાટ શુક્રવારે દુબઈથી રવાના થઈ, શનિવારે હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી અને રવિવારે સવારે ઓમાનના મસ્કત પહોંચી. હાલમાં, તે તાજેતરના મહિનાઓમાં આ માર્ગ પરથી પસાર થયેલા થોડા ખાનગી જહાજોમાંનું એક છે. હકીકતમાં, ઈરાન અને યુનાઇટેડ સ્ટેટસ વચ્ચે ચાલી રહેલા તણાવ અને મુકાબલાને કારણે, હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
સૌથી મોટો પ્રશ્ન એ છે કે આટલી કડકાઈ છતાં આ યોટ આ માર્ગ પરથી કેવી રીતે પસાર થઈ શકી એ મોટો મુદો છે. એલેકસી મોર્દાશોવ સત્તાવાર રીતે આ યોટના માલિક નથી, પરંતુ રેકોર્ડ દર્શાવે છે કે તે તેમની પત્નીની કંપનીની છે. તે પણ સ્પષ્ટ્ર નથી કે તે પોતે સફર દરમિયાન યાટ પર હાજર હતા કે નહીં. રશિયા–યુક્રેન યુદ્ધ ફાટી નીકળ્યા પછી, યુનાઇટેડ સ્ટેટસ અને યુરોપિયન યુનિયને મોર્દાશોવ સહિત અનેક રશિયન ઉધોગપતિઓ પર પ્રતિબંધો લાધા હતા. નોર્ડ વિશ્વની સૌથી મોટી યોટમાંની એક છે. તેમાં ૨૦ કેબિન, એક સ્વિમિંગ પૂલ, એક હેલિપેડ અને એક સબમરીન પણ છે.
આ ઘટના એવા સમયે બની છે યારે રશિયા અને ઈરાન વચ્ચે સંબંધો મજબૂત થઈ રહ્યા છે. ૨૦૨૫ માં બંને દેશો વચ્ચે સુરક્ષા અને ગુચર સહયોગ વધારવા માટે પણ એક કરાર થયો હતો. દરમિયાન, સોમવારે, ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ રશિયાની મુલાકાત લીધી અને રાષ્ટ્ર્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરી. બીજી બાજુ, ઇરાન પર દબાણ જાળવી રાખવા માટે અમેરિકાએ ઇરાનની દરિયાઇ પ્રવૃત્તિઓ પરના પ્રતિબંધો વધારી દીધા છે. એક યુએસ યુદ્ધ જહાજે ઇરાની બંદરમાં એક તેલ ટેન્કરને પ્રવેશતા અટકાવ્યું. યારે સામાન્ય જહાજો પર કડક દેખરેખ અને પ્રતિબંધો છે, ત્યારે આટલી મોંઘી ખાનગી યાટ કેટલી સરળતાથી પસાર થઈ શકે છે તે ઘણા પ્રશ્નો ઉભા કરે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application