જામનગરમાં એક વર્ષ પહેલા સાત રસ્તા પુલ નીચેથી બાઇક ચોરી કરનાર શખ્સને સિકકા પોલીસે પકડી લીધો હતો.
જામનગર જીલ્લામાં વાહન ચોરીના બનતા બનાવો અટકાવવા તેમજ અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની, લાલપુર મદદનીશ પોલીસ અધીક્ષક પ્રતિભાના માર્ગદર્શન મુજબ સિકકા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.જે. ચાવડાની સુચના મુજબ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન પો. હેડ કોન્સ જયપાલભાઇ, જીતેન્દ્રભાઇ, રોહીતભાઇને સંયુકત ખાનગી રાહે હકીકત મળેલ કે જામનગર સીટી-સી ડીવીઝન પોલીસ સ્ટેશનના કલમ ૩૦૩(૨) મુજબના કામે ચોરીમાં ગયેલ હોન્ડા સ્પ્લેન્ડર પ્લાસ મોટરસાયકલ નં. જીજે૧૦સીઆર-૭૩૯૨ લઇને એક ઇસમ જામનગર સિકકા જેટી પાસેથી નીકળવાનો છે.
જે હકીકત આધારે વોચ ગોઠવી આરોપી નજીરહુશેન ઉર્ફે ડાડો ઉમર સંઘાર રહે. માધાપર ભુંગા, મસ્જીદ પાસે, જામનગરવાળાને ચોરીનું કાળા કલરનું હોન્ડા સ્પલેન્ડર મોટરસાયકલ નંબર પ્લેટ વગરનું હોય જેના ચેસીસ નંબરના આધારે પોકેટકોપ મોબાઇલ એપ્સ તથા સી-ટ્રેક એપ્સમાં સર્ચ કરતા ઉપરોકત નંબરનું હોવાનું જાણવા મળતા જે બાબતે આરોપીની પુછપરછ કરતા આજથી આશરે એક વર્ષ પહેલા જામનગર સાત રસ્તા પાસેથી પુલ નીચેથી ચોરી કરી હોવાનું જણાવતા આ અંગે ખાતરી કરી ચોરાઉ બાઇક રીકવર કરીને આગળની તપાસ માટે સીટી-સીને જાણ કરી હતી.