અયોધ્યા દુષ્કર્મમાં મોટો ખુલાસો : સપાના નેતા નહીં આ વ્યક્તિનો DNA પીડિતાના ભ્રૂણ સાથે થયો મેચ

  • October 01, 2024 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




અયોધ્યા ગેંગ રેપ કેસમાં સગીર પીડિતાના ભ્રૂણમાંથી આરોપી સપા નેતા મોઈદ ખાનના નોકર રાજુ ખાનના ડીએનએ મળી આવ્યા છે. સોમવારે હાઇકોર્ટની લખનૌ બેંચમાં કેસની સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા આ DNA રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. સોમવારે આ કેસની સુનાવણી થઈ શકી ન હતી અને કોર્ટે કેસની આગામી સુનાવણી માટે 3 ઓક્ટોબરની તારીખ નક્કી કરી છે. આરોપી મોઇદ ખાનની જામીન અરજી પર જસ્ટિસ પંકજ ભાટિયાની સિંગલ બેન્ચે આ આદેશ આપ્યો છે.




છેલ્લી સુનાવણી દરમિયાન કોર્ટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના ડાયરેક્ટરને એક સપ્તાહમાં રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. જેના અનુસંધાનમાં ભાદરસા ગેંગરેપ કેસના આરોપીઓનો ડીએનએ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. આ કેસની ચાર્જશીટ સ્થાનિક કોર્ટમાં જમા થઈ ચૂકી છે.




આ કેસની સુનાવણી 8મી ઓક્ટોબરે આરોપીઓ સામે આરોપ ઘડવાની સાથે શરૂ થશે. આરોપીની જામીન અરજી અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાં પેન્ડિંગ છે. બંને આરોપીઓ માંડલ જેલમાં અટકાયતમાં છે અને છેલ્લી સુનાવણીમાં બંનેની જામીન અરજી પહેલા જ ફગાવી દેવામાં આવી છે, આરોપી મોઇદ ખાન વતી દલીલ કરવામાં આવી હતી કે તે 71 વર્ષનો વ્યક્તિ છે. અને હાલના કેસમાં તેને રાજકીય કારણોસર ફસાવવામાં આવ્યો છે.



સાથે જ રાજ્ય સરકારનું કહેવું છે કે, મામલો ખૂબ જ ગંભીર છે, પીડિતા સગીર છે અને આરોપી અને તેના નોકર પર તેની છેડતીનો આરોપ છે. બળાત્કાર બાદ પીડિતા ગર્ભવતી પણ બની હતી, જેના ગર્ભપાત બાદ ડીએનએ ટેસ્ટિંગ માટે સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. મોઇદ ખાન અને રાજુ ખાન પર લાંબા સમય સુધી યુવતી સાથે ગેંગરેપ કરવાનો આરોપ છે. આ બાબત ત્યારે પ્રકાશમાં આવી જ્યારે યુવતી ગર્ભવતી બની હતી. બંને વિરુદ્ધ 29 જુલાઈના રોજ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં જાન-માલની ધમકી આપી ફરિયાદ પાછી ખેંચી લેવા દબાણ સર્જાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application