BREAKING NEWS

ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખની ઉમેદવારના અપહરણના ગુનામાં ધરપકડ

  • April 16, 2026 02:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર મહાપાલિકાની ચૂંટણીમાં  કોંગ્રેસ શહેર પ્રમુખ દ્રારા ના ઉમેદવાર તૂટી ન જાય તે માટે ભાવનગર બહાર મોકલી દીધા બાદ ઉમેદવારના ભાઈ દ્રારા શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત બે સામે કોંગ્રેસના ઉમેદવારને ગાયબ કરી ગુ જગ્યાએ ગોંધી રાખવાની પાલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે  પોલીસ દ્રારા શહેર કોંગ્રેસ પ્રમુખની અટકાયત કરી શહેર બહારના પોલીસ મથકે  પૂછપરછ માટે લઈ જવાતા હોબાળો મચ્યો હતો. અને કોંગ્રેસના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં જિલ્લ ા પોલીસ વડા અને કલેકટર કચેરીએ દોડી ગયા હતા. કોંગ્રેસના ઉમેદવારનું અપહરણ નહીં થયાના તમામ પુરાવા રજૂ કરી ભાવનગર બંધની ચીમકી આપતા અંતે શહેર કોંગ્રેસ પ્રમુખને પોલીસ દ્રારા ત્રણ  કલાકમાં મુકત કરાયા હતા.
ભાવનગર મહાપાલિકાની  ચૂંટણીમાં ખરાખરીનો ખેલ જામ્યો છે. લોકશાહી રીતે ચૂંટણી માત્ર ચૂંટણી પંચના કાગળો પર જ રહી હોય તેમ રાજકીય પક્ષો દ્રારા છેલ્લ ી કક્ષાના શામ–દામ–દડં  અપનાવી રહ્યા છે. ભાજપ દ્રારા કોંગ્રેસના નબળા ઉમેદવારોને  એનકેન પ્રકારે તોડી ઉમેદવારી પત્ર  પાછા ખેંચાવવાના છેલ્લ ા બે  દિવસથી ઓપરેશનો ચાલી રહ્યા છે. છે. તેનો ભોગ ન બને તે માટે  કોંગ્રેસ દ્રારા કવાયત  હાથ ધરી ઉમેદવારોને ભાવનગર બહાર મોકલી દીધા હતા. વડલા–અવોર્ડના કોંગ્રેસના ઉમેદવાર  ભરતભાઈ કામ્બડ સહિત પાંચ ૫ ઉમેદવારોને અમરેલીમાં મોકલી  આપવામાં આવ્યા હતા.
દરમ્યાનમાં  કોંગ્રેસના ઉમેદવાર ભરતભાઈ કામ્બડના ભાઈ રમેશભાઈ કામ્બડ દ્રારા શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલ અને  હરદેવસિંહ વિદ્ધ તેના ભાઈને ગાયબ કરાવી ગુ જગ્યાએ ગોંધી રાખ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેમના ભાઈને ચૂંટણીમાં ઊભું રહેવું ન હતું છતાં લાલભા ગોહિલ દબાણ કરી ઓરીજનલ દસ્તાવેજો લઈ ચૂંટણીમાં ઊભા રાખ્યા હોવાનું પણ પોલીસ ફરિયાદમાં નોંધાવ્યું હતું. જેના આધારે પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખ
લાલભા ગોહિલની અટકાયત કરી પ્રથમ ડી ડિવિઝન અને ત્યારબાદ ભાવનગર શહેર બહાર સનેસ પોલીસ મથકે  લઈ જવામાં આવ્યા હતા.
શહેર કોંગ્રેસ પ્રમુખની પોલીસ દ્રારા કરાયેલી અટકાયતથી રોષે ભરાયેલા કોંગ્રેસના ઉમેદવારો અને આગેવાનો જિલ્લ ા પોલીસ વડા પાસે ત્યાંથી જિલ્લ ા કલેકટરને રજૂઆત કરી હતી. જેનું અપહરણ થયાની પોલીસ ફરિયાદના આધારે કોંગ્રેસ પ્રમુખની અટકાયત કરી છે, તે ઉમેદવારના સ્વેચ્છાએ બહાર ગયા હોવાના વિડિયો સહિતના તમામ પુરાવા રજૂ કર્યા હતા. એક કલાકમાં જો યોગ્ય ઉકેલ નહીં આવે તો ભાવનગર બંધનું એલાન આપી કલેકટર કચેરી સામે આમરણાંત ધરણાની ચીમકી આપી હતી.
અંતે મોડી રાત્રે  શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલને પોલીસ દ્રારા નોટિસ આપી મુકત કરવામાં આવ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application