BREAKING NEWS

મકાતી પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું જાજરમાન આયોજન

  • April 28, 2026 10:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મકાતી પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જે તા.૧૭ થી ૨૩ મે દરમિયાન રાધિકા ફાર્મ, પરસાણા ચોક, ન્યુ ૧૫૦ ફૂટ રીંગ રોડ રાજકોટ ખાતે યોજાશે. રોજ બપોરે ૩ વાગ્યા થી ૭ વાગ્યા દરમિયાન જાણીતા કવાકાર શાસ્ત્રી રાકેશભાઈ ભટ્ટ પોતાના પ્રવચનો દ્વારા શ્રીમદ્ ભાગવત મહાપુરાણના પવિત્ર પ્રસંગનું રસપાન કરાવશે. તેમની અમૃતમય અને પ્રભાવશાળી વાણી દ્વારા શ્રોતાઓને ભક્તિ, જ્ઞાન અને આધ્યાત્મિક શાંતિનો અનુભવશે.






આ આયોજન અંગે માહિતી આપતા આયોજક ધર્મેશભાઈ મકાતીએ જણાવ્યું હતું કે, આજના વ્યસ્ત જીવનમાં લોકો આધ્યાત્મિકતા તરફ ઓછું ધ્યાન આપી રહ્યા છે, ત્યારે આવા ધાર્મિક કાર્યક્રમો લોકોને આત્મશાંતિ અને સકારાત્મકતા તરફ દોરી જાય છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, આ સમાહ *દરમિયાન દરેક દિવસ વિશેષ રહેશે. આ પ્રસંગે તેઓએ આજકાલના એડિટર ઇન ચીફ ચંદ્રેશભાઈ જેઠાણીને આમંત્રણ આપ્યું હતું તેમજ વિવિધ ધાર્મિક અને શુકદેવજી પરીક્ષિત ચરિત્ર ૧૮/૫/૨૦૨૬ સોમવારે બપોરે ૩ થી ૭ વાગ્યા દરમિયાન શ્રોતાજનોને શુકદેવજી પરીક્ષિત ચરિત્ર સંભાળવાનો લાભ પ્રાપ્ત થશે. તેમજ રાત્રી કાર્યક્રમમાં ૯ વાગ્યે પ્રીત ગૌસ્વામી પ્રસ્તુત ઉછીનો બાપ નાટક રજુ કરવામાં આવશે.  સામાજિક મુદ્દાઓ પર ચર્ચા પણ કરી હતી. નીતાબેન તથા ધર્મેશભાઈ કિશોરભાઈ મકાતી પરિવાર દ્વારા ગીરીરાજ ગોવર્ધન ઉત્સવ ભગવાન શ્રી કૃષ્ણએ ગીરીરાજ પર્વત ઊંચકી પોતાના ભક્તોની રક્ષા કરેલી તે દિવ્ય પ્રસંગની સ્મૃતિમાં ગીરીરાજ ગોવર્ધન ઉત્સવ ઉજવાશે. ૨૧/૫/૨૦૨૬ ગુરુવારે બપોરે ૩ થી ૭ વાગ્યા દરમિયાન આ પ્રસંગે ભગવાનની આ દિવ્ય લીલા પ્રસંગોનું કથારુપ વર્ણન કરવામાં આવશે. તેમજ રાત્રી કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ કલાકાર કીર્તીધન ગઢવી, લોકગાયક સાગરદાન ગઢવી, લોકગાયક જયદેવ ગોસાઈ ભજન-કીર્તનની રમઝટ બોલાવશે. આયોજિત આ સમાહમાં ભગવાન શ્રી હરિના વિવિધ અવતારો અને તેમની દિવ્ય લીલાઓના પ્રસંગો રસપ્રદ રીતે રજૂ કરવામાં આવશે. શ્રોતાઓને વિવિધ પ્રસંગો દ્વારા ભકિતનો મહિમા સમજાવવામાં આવશે. આ કથાઓ જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રેરણારૂપ બનશે.
રુક્ષ્મણી વિવાહ
૨૨/૫/૨૦૨૬ બુધવારે બપોરે ૩ થી ૭ વાગ્યે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા સૂક્ષ્મણીના વિવાહની ભવ્ય ઉજવણી થશે.લલીતાબેન ઘોડાદરાના સ્વરે કૃષ્ણ રૂક્ષમણી વિવાહના અદ્ભુત ગીતોનો લાભ પ્રાપ્ત થશે. રાત્રે ૪૫ કલાકારોની ટીમ વ્રજલીલાની પ્રસ્તુતિ કરશે.
નૃસિંહ પ્રાગટ્ય ચરિત્ર
૧૯/૫/૨૦૨૬ મંગળવારે બપોરે ૩ થી ૭ વાગ્યા દરમિયાન શ્રોતાજનોને નૃસિંહ પ્રાગટ્ય ચરિત્ર સંભાળવાનો લાભ પ્રાપ્ત થશે. જેમાં ભક્ત પ્રહલાદની અડગ ભક્તિ અને ભગવાનના અદ્ભુત કરુણારૂપ પ્રાગટ્યની સ્મૃતિઓનું રસપાન કરાવવામાં આવશે. આ ઉપરાંત રાત્રે વિશેષ કાર્યક્રમમાં ૪૫ કલાકારોની ટીમ શીલવાન શ્રી રામની અત્યંત પ્રસ્તુતિ કરશે.
સુદામા ચરિત્ર
ભગવાન શ્રીકૃષ્ણ અને તેમના પરમમિત્ર સુદામાની અદ્વિતીય મિત્રતા, ભકિત અને પ્રેમની ભાવસભર કથા સુધમા ચરિત્ર રૂપે વર્ણવાશે. ૨૩/૫/૨૦૨૬ બુધવારે બપોરે ૩ થી ૭ વાગ્યે યોજાનાર કથામાં આ પ્રસંગ આપણને સાચી મિત્રતા,નિષ્ઠા અને ભકિતના મહિમાનો સંદેશ આપે છે.
ભવ્ય પોથીયાત્રા- કાન- ગોપી કાર્યક્રમ
તા. ૧૭/૫/૨૦૨૬ રવિવારે બપોરે ૪ થી ૭ વાગ્યા દરમિયાન ભવ્ય પોથીયાત્રા યોજાશે. આ પોથીયાત્રા વિવાયઓ શ્રીનાથધામ હવેલી સ્પીડવેલ ચોકથી નીકળશે અને કથા સ્થળ સુધી જશે. જેમાં ભજન-કીર્તન અને હરી નામના ગુંજનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જશે. આ ઉપરાંત સાંજે કથા બાદ વિશેષ કાર્યક્રમમાં કાન- ગોપી કાર્યક્રમનો શ્રોતાજનોને અદ્ભુત લ્હાવો પ્રાપ્ત થશે.
વામન-રામ-કૃષ્ણ જન્મોત્સવ
૨૦/૫/૨૦૨૬ બુધવારે બપોરે ૩ થી ૭ વાગ્યા દરમિયાન શ્રોતાજનોને વામન-રામ-કૃષ્ણ જન્મોત્સવ ચરિત્ર સંભાળવાનો લાભ પ્રાપ્ત થશે. જેમાં ભગવાનના દિવ્ય અવતારોના ચરિત્રોની ઝાંખી થશે. જેમાં વિનમ્રતા, ધર્મ અને સમર્પણ મહિમાનું વર્ણન કરવામાં આવશે. આ ઉપરાંત રાત્રી કાર્યક્રમમાં લોક ગાયક ઉમેશ બારોટ સાથે લોકોને કૃષ્ણ ભક્તિ રાસોત્સવનો અમૂલ્ય લાભપ્રાપ્ત થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application