રાજકોટ : કેશોદ અને ધંધુકામાં રોકડની ચોરીના ગુનામાં સંડોવાયેલા કડીયા સાંસી ગેંગના સાગરીતને કેશોદ પોલીસ અને જૂનાગઢ નેત્રમની ટીમની બાતમીના આધારે કેશોદ અને જેતપુર પોલીસે દેવકીગાલોળ ગામ નજીકથી પીછો કરી દબોચી લીધો હતો. યારે એક સાગરીત નાસી જતા શોધખોળ હાથ ધરી છે.
પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ કેશોદ શહેરમાં બાઇકના થેલામાં રાખવામાં આવેલા .૧.૭૦,૦૦૦ની રોકડ ચાલકની નજર ચૂકવી બાઈક સવાર બેલડી લઇ નાસી છૂટતા બનાવ અંગે બાઈક ચાલક બલભદ્રસિંહ કિરીટસિંહ રાયજાદા (રહે–કોયલાણા)એ પોલીસમાં જાણ કરતા પોલીસ દ્રારા નાકાબંધી કરવામાં આવી હતી. દરમિયાન સીટી વિસ્તાર તેમજ હાઇવે પરના સીસીટીવી કેમેરા જૂનાગઢ નેત્રમ ટીમની મદદથી ચેક કરવામાં આવતા બાઈક સવાર બેલડી જેતપુર હાઇવે પર જોવા મળતા આ અંગે જેતપુર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને લઈને જેતપુર તાલુકા પોલીસ દ્રારા હાઇવે પર વોચ ગોઠવતા બંને બાઈક સવાર શખસોને પોલીસ પીછો કરી રહી હોવાની ગધં આવી જતા બાઈક ગ્રામ્ય વિસ્તારના રસ્તા તરફ હંકારી મૂકી હતી. ભીંસ વધતા બંને શખ્સો દેવકીગાલોડ ગામ નજીક બાઈક અને મુદામાલ મૂકી વાડીઓમાં નાશી છૂટા હતા દરમિયાન કેશોદ પોલીસે વાડી વિસ્તાર કોર્ડન કરી
એક શખ્સને ઝડપી લીધો હતો. શખ્સની પૂછપરછ કરતા પોતાનું નામ હિમાંશુ ઉર્ફે લાલુ કુમેરસિંહ છાયલ (રહે–કડિયા સાંસી, એમપી)નો હોવાનું જણાવ્યું હતું તેની સાથેનો નાશી ગયેલો શખ્સ બોબી દિનેશ સાંસી (રહેમિરકાબાદ, એમપી)નો હોવાનું જણાવતા તેને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા.
પોલીસે ઝડપાયેલા શખ્સ પાસેથી ચોરીની રોકડ ૧,૭૦,૦૦૦ની રકમ, બાઈક અને બે મોબાઈલ મળી કુલ . ૨,૪૭,૫૦૦નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરતા શખ્સ સામે ધંધુકા પોલીસ મથકમાં પણ ચોરીનો ગુનો નોંધાયેલો હોવાનું ખુલતા આગળની કાર્યવાહી માટે કોશોદ પોલીસને સોંપવામાં આવ્યો છે.
આ કામગીરી રેંજ આઇજી નિર્લિ રાય અને જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સૂચનાથી ડીવાયએસપી આર.એ.ડોડીયાના માર્ગદર્શન હેઠળ જેતપુર તાલુકા પોલીસ મથકના પીઆઈ એમ.એલ.આહીરની રાહબરીમાં પીએસઆઇ બી,ડી.ઝાલા અને ટીમના એએસઆઈ ભરભાઈ માલીવાડ, વિપુલભાઈ મા, મિલનસિંહ ડોડીયા, પો.હેડ.કોન્સ.અજીતભાઈ ગંભીર, મનોજભાઈ જોગદારીયા, પો.કોન્સ પ્રધુમનસિંહ વાઘેલા, ઝવેરભાઈ સારલા, જયેન્દ્રસિંહ જેઠવા, મહેશભાઈ સાપરા, તેમજ કેશોદ પોલીસના હેડ.કોન્સ.કિરણભાઈ ડાભી, પો.કોન્સ.હાર્દિકસિંહ સીસોદીયા, નેત્રમ ટિમ જૂનાગઢ દ્રારા કરવામાં આવી છે