સલાયામા એસઆઇઆરની કામગીરી દરમ્યાન બીએલઓની તબીયત લથડી
સલાયામા એસઆઇઆરની કામગીરી દરમ્યાન બીએલઓની તબીયત લથડી
December 11, 2025 06:37 PM
સમગ્ર રાજયમાં બસએલઓની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે ત્યારે રાજયના અનેક કર્મચારીઓને કામના ભારણને કારણે તબીયત ઉપર ગંભીર અસર જોવા મળી રહી છે. ત્યારે દ્વારકા જીલ્લાના સલાયામાં બીએલઓની એસઆઇઆરની કામગીરી દરમ્યાન અરુણાબેન કાતરીયાની તબીયત લથડતા જામનગર જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
હાલ સમગ્ર ગુજરાતમાં એસઆઇઆરની કામગીરી ચાલુ જે અનુસંધાને સલાયામાં પણ આ કામગીરી પૂરજોશમાં ચાલુ છે.
જે દરમ્યાન આજે આંગણવાડીના અરુણાબેન (અમૃતબેન) કાતરિયા (બીએલઓ ભાગ ૪૦) આ એસઆઇઆરની કામગીરી અનુસંધાને ફિલ્ડમાં હતાને અચાનક એમને છાતીમાં દુખાવો ઉપડતા અને તબિયત લથડતા, ત્યાં હાજર લોકોએ ૧૦૮ માં ફોન કર્યો જે બાદ એમને ખંભાળિયા રેફરલ હોસ્પિટલ ખસેડાયા જ્યાંથી સારવાર આપી વધુ સારવાર માટે જામનગર જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એમના પરિવાર દ્વારા અમોને જાણવા મળેલ કે એમને હાલ આઇસીયુમાંં રાખેલ છે. જ્યાં એમની પરિસ્થિતિ સુધારા ઉપર છે.