રાજકોટ સહિત રાયભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની આચારસંહિતા જાહેર થતાની સાથે જ દબાણ હટાવ બ્રાન્ચ અને એસ્ટેટ બ્રાન્ચ દ્રારા સમગ્ર શહેરના તમામ ૧૮ વોર્ડમાં રાઉન્ડ ધ કલોક ડ્રાઇવ હાથ ધરીને ભાજપ, કોંગ્રેસ અને આપ સહિતના વિવિધ રાજકીય પક્ષોના કુલ ૧૫૦૦ જેટલા બોર્ડ, બેનર, પોસ્ટર, ઝંડીઓ વિગેરે પ્રચાર સાહિત્ય જ કરવામાં આવ્યું હતું તેમજ સાત હોડિગ બોર્ડ ઉપરથી સરકારી જાહેરાતોના વિનાઇલ દૂર કરવામાં આવ્યા હતા. મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે, બે દિવસથી સતત ઉપરોકત કામગીરી ચાલી રહી છે અને મહાપાલિકા દ્રારા આ કામગીરીનો ડે ટુ ડે રિપોર્ટ કલેકટર તંત્રને તેમજ રાય ચૂંટણી પંચને મોકલવામાં આવી રહ્યો છે. આચારસંહિતા ભગં અંગેની કોઇ ફરિયાદો મળી નથી પરંતુ આચારસંહિતાની અમલવારીના ભાગપે મનપા તત્રં દ્રારા સ્વયંભૂ કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત રાજકીય પક્ષોએ દીવાલો ઉપર લખેલા ભીંતસૂત્રો ઉપર પીંછડા લગાવવાની કામગીરી પણ સમાંતર રીતે ચાલુ છે