BREAKING NEWS

કાલે ભાજપ વિજયોત્સવ મનાવશે: ઋણ સ્વીકાર રેલી

  • April 29, 2026 09:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં સ્થાનિક  સ્વરાજયની મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોની સભાઓ યોજવામાં આવી રહી છે ત્યારે રાજકોટ શહેરમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બહોળી બહુમતીી જીત હાંસલ કરે તે માટે ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટ શહેરમાં સમગ્ર ગુજરાતમાં યોજાયેલ સનિક સ્વરાજયની ચુંટણી અંતર્ગત યોજાયેલ રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ૬૫ ઉમેદવારોએ જંગી બહુમતીી વિજય મેળવ્યો છે. રાજકોટના નગરજનોનો ઋણ સ્વીકાર કરવા અને ભારતીય જનતા પાર્ટીના વિજયોત્સવને વધાવવા માટે વિશાળ વિજય ઉત્સવ અને ઋણ સ્વીકાર મહારેલીનું ભારતીય જનતા પાર્ટીનું રાજકોટ મહાનગર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.








આ વિજયોત્સવ અને ઋણ સ્વીકાર મહારેલી અંગે માહિતી આપતાં રાજકોટ મહાનગરના પ્રમુખ ડો. માધવ દવે, મહામંત્રી વલ્લ ભભાઈ દુધાત્રા, લલીત વાડોલીયા, યોગેન્દ્રસીંહ જાડેજાએ જણાવ્યું છે કે રાજકોટ મહાનગરની જનતા વર્ષોી ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને હરહંમેશ સર્મન આપતી રહી છે અને આ બાબત ફરી એકવાર સાબિત કરતાં રાજકોટ મહાનગરપાલીકાની ચુંટણીમાં કમળના નિશાનનું પ્રતિધિત્વ કરતાં ભારતીય જનતા પાર્ટીના ૬૫ ઉમેદવારને જંગી બુહમતીી જીતાડયા છે.પ્રદેશ ભારતીય જનતા પાર્ટી શીર્ષ નેતૃત્વના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકર, પ્રભારી મંત્રી જીતુ વાઘાણી, ઝોન પ્રભારી અને પ્રદેશમહામંત્રી અનિરુધ્ધભાઈ દવેના માર્ગદર્શન અને દેખરેખ હેઠળના પ્લાનીંગી અને રાજકોટના મતદારોના વિશ્વાસી આ જવલંત વિજય મળેલ છે. આ મહારેલીના રૂટ અને વિશેષ માહિતી આપતાં નીતીન ભારદ્વાજ, મુકેશ દોશી, પુષ્કર પટેલ અને દેવાંગ માંકડએ જણાવ્યું છે કે, આવતી કાલ તા. ૩૦-૪-૨૬ ને ગુરૂવારના રોજ સાંજે ૫.૦૦ કલાકે થી  ગીરીરાજ પાર્ટી પ્લોટ જુના મોરબી રોડ ખાતે થી  શરૂ શે અને આ મહારેલી ક્રમશ:માનવ સેવા ટ્રસ્ટ, વોર્ડ નં.૪ નું કાર્યાલય, રણછોડદાસજી બાપુ આશ્રમ, પાણીનો ઘોડો, બાલક હનુમાનજી, સંત કબીર રોડ, ચુનારાવાડ ચોક, જીલ્લા  ગાર્ડન, ૮૦ ફુટ રોડ, સોરઠીયાવાડી સર્કલ, ભકિતનગર સર્કલ, નાગરિક બેંક ઉદ્યોગનગર શાખા, ઢેબર રોડ અટીકા ફાટક તરફ, માલવીયા ચોક, સ્વામીનારાયણ ચોક, મવડી રોડ, મવડી ઓવર બ્રીજ નીચે, ૧૫૦ કુટ રીંગ રોડ, નાના મવા રોડ સર્કલ, ઈન્દીરા સર્કલ, રૈયા સર્કલ - આમ્રપાલી સીનેમા - અન્ડરબ્રીજ - કિશાનપરા ચોક - અકિલા ચોક (જીલ્લા પંચાયત ચોક), બહુમાળી ભવન - સરદાર પટેલ પ્રતિમા ખાતે સમાપન કરવામાં આવશે. આ મહારેલીમાં શણગારેલ જીપ તા ગાડીઓમાં ભારતીય જનતા પાર્ટીના વિજયી તમામ ઉમેદાવારો ઉપસ્તિ રહશે. સાો સા રાજકોટ મહાનગરના સાંસદો, ધારાસભ્યો, પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, રાજકોટ મહાનગરના સંગઠનના સૌ હોદ્દેદારો તેમજ યુવા મોરચા,મહિલા મોરચો,કિશાન મોરચો, બક્ષીપંચ મોરચો, લઘુમતી મોરચો, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના રાજકોટ શહેરના તમામ શ્રેણીના કાર્યકર્તા ભાઈઓ તા બહેનો બહોળી સંખ્યામાં જોડાશે અને રાજકોટ શહેરના મતદારોનો આભાર વ્યકત કરશે.  આ મહારેલીનું મુખ્ય આર્કષણ નાસિક ઢોલ, શણગારેલી છત્રી સો પરંપારિક વેશ ભુષા સો યુવાનો રહેશે.  ડી.જે. અને સંગીતના તાલે યોજાનાર આ મહારેલીમાં ૫૦૦ થી  વધારે ગાડીઓ, જીપ તા ૫૦૦ થી  વધુ સ્કુટરો જોડાશે.આ મહારેલીના રૂટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો કેશરીયો ધ્વજ લહેરાશે. ભારતીય જનતા પાર્ટીના બહેનો કેસરી સાડીના ડ્રેસ કોડમાં જોડાશે. મહારેલીના રૂટના અલગ અલગ પોઈન્ટ ઉપર મહારેલીનું સ્વાગત અને અભિવાદન પણ કરવામાં આવશે.  આ મહારેલી રાજકોટ શહેરના ઇતિહાસમાં આજ સુધી કયારેય પણ ન યોજાઈ હોય તેવી જાજરમાન અને અભુતપૂર્વ  સ્વરૂપે યોજાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application