દેશની રાજનીતિમાં મહત્વ ધરાવતું મહિલા અનામત ખરડો લોકસભામાં પસાર થઈ શકયો નથી . આ ખરડા માટે જરી બે તૃતિયાંશ બહત્પમત ન મળતા તે નામંજૂર થયું છે, જેના કારણે સરકારને મોટો ઝટકો લાગ્યો છે.જેના પગલે હવે ભાજપ આક્રમક મુડમાં આવી ગયો છે અને આજે શનિવારે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવાનો રણ ટંકાર કર્યેા છે. આ વિધેયકમાં લોકસભા અને રાય વિધાનસભાઓમાં મહિલાઓને ૩૩ ટકા બેઠકો અનામત આપવા પ્રસ્તાવ હતો. પરંતુ મતદાન દરમિયાન વિધેયકને ૨૯૮ મત સમર્થનમાં અને ૨૩૦ મત વિરોધમાં મળ્યા, જે પસાર થવા માટે પૂરતા નહોતા.બીજી તરફ વિરોધ પક્ષે આ વિધેયકનો વિરોધ કર્યેા હતો. તેમનું કહેવું હતું કે મહિલા અનામતને મતવિસ્તારની નવી ગોઠવણી સાથે જોડવામાં આવી રહી છે, જે યોગ્ય નથી. વિરોધ પક્ષે આ પગલાને રાજકીય લાભ મેળવવાનો પ્રયાસ ગણાવ્યો.સરકારે કહ્યું કે આ વિધેયક મહિલાઓને રાજકીય ક્ષેત્રમાં યોગ્ય પ્રતિનિધિત્વ આપવા માટે મહત્વપૂર્ણ હતો. ગૃહમંત્રી અમિત શાહે વિરોધ પક્ષ પર આક્ષેપ કર્યેા કે તેઓએ મહિલાઓના હક્ક સામે અવરોધ ઉભો કર્યેા છે. ખરડો ન પસાર થતા સંસદમાં ભારે હંગામો જોવા મળ્યો હતો. ત્યારબાદ સત્તાઢ પક્ષના સાંસદોએ વિરોધ પક્ષ સામે પ્રદર્શન પણ કયુ અને આ ઘટનાને મહિલાઓનો અપમાન ગણાવ્યુ હતું.આ સાથે જ આ વિધેયક સાથે જોડાયેલા મતવિસ્તાર પુનર્ગઠન સંબંધિત અન્ય પ્રસ્તાવો પણ અટકી ગયા છે.