ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સાથે વિચાર વિમર્શ બાદ ગત રાત્રે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવ દવે દ્વારા રાજકોટ મહાનગરના સંગઠનાત્મક માળખાની જાહેરાત કરવામાં આવી હતી. એક તબક્કે પ્રમુખ બદલાશે તેવી વાત હતી પરંતુ પ્રદેશે માધવ દવે ઉપર વિશ્વાસ મુકી તેમને યથાવત રાખ્યા છે અને કોષાધ્યક્ષ પદે મયુર શાહને રિપિટ કર્યા છે. જ્યારે અન્ય તમામ હોદ્દેદારોને બદલી નાખી નો-રિપિટ થિયરી ચલાવી છે. ચર્ચાતા તમામ નામો કપાયા છે. મહામંત્રી પદ માટે સૌથી વધુ ખેંચતાણ હતી અને છેવટ સુધી લોબિંગ ચાલ્યું હતું તેમાં વલ્લભભાઇ દુધાત્રા, લલિતભાઇ વાડોલિયા અને યોગેન્દ્રસિંહ જે.જાડેજાના નામ જાહેર કર્યા છે.
-ઉપપ્રમુખ
મેહુલભાઈ ડી.નથવાણી(વોર્ડ નં.૧૦)
મહેશભાઈ એલ.પીપરીયા (વોર્ડ નં.૧૧) ભાર્ગવભાઈ વી.મિયાત્રા (વોર્ડ નં.૧૪)
દીપાબેન વી.કાચા (વોર્ડ નં.૨)
કેતનભાઈ જી.વાછાણી (વોર્ડ નં.૧૩) કૌશિકભાઈ આર.ચાવડા (વોર્ડ નં.૭) સોમાભાઈ આર.ભાલીયા (વોર્ડ નં.૧૫) મેઘાબેન કે.વૈષ્ણવ (વોર્ડ નં.૮)
-મહામંત્રી
વલ્લભભાઈ પી.દુધાત્રા(વોર્ડ નં.૫)
લલિતભાઈ જે.વાડોલીયા (વોર્ડ નં.૧) યોગેન્દ્રસિંહ જી.જાડેજા (વોર્ડ નં.૧૨)
-મંત્રી
કિશનાભાઈ જે. ટીલવા (વોર્ડ નં.૮)
ગેલાભાઇ બી. રબારી (વોર્ડ નં.૬)
સુનિલભાઈ કે. ગોહેલ (એસસી)(વોર્ડ નં.૧૧), ધર્મિષ્ઠાબેન વાઘેલા (વોર્ડ નં.૧૪)
કિન્નરીબેન કે. ચૌહાણ (વોર્ડ નં.૭)
ચાંદનીબેન ડી.ગોંડલીયા (વોર્ડ નં.૧૭),
નિશાબેન એન.રાણપરા (વોર્ડ નં.૭), અને અરુણાબેન એચ. પરમાર (એસસી) (વોર્ડ નં.૯)
-કોષાધ્યક્ષ
મયુરભાઈ બી. શાહ (વોર્ડ નં.૭)
-કાર્યાલય મંત્રી
હિતેશભાઈ એસ.ઢોલરીયા (વોર્ડ નં.૧૮)
-સોશીયલ મીડિયા વિભાગ
શ્યામ પી.ડાભી (વોર્ડ નં.૧૦)
-આઈ.ટી. વિભાગ
નીખીલેશ જે. રાઠોડ (વોર્ડ નં.૭)
-મીડિયા વિભાગ
હાર્દિક એસ.બોરડ (વોર્ડ નં.૨)
-યુવા મોરચો
પ્રમુખ મિલન લીંબાસીયા (વોર્ડ નં.૬)
મહામંત્રી જયકિશન વી.ઝાલા (વોર્ડ નં.ર)
મહામંત્રી હિમાંશુભાઇ જે.રાજ્યગુરૂ (વોર્ડ નં.૧૮)
-મહિલા મોરચો
પ્રમુખ લીનાબેન આર.રાવલ (વોર્ડ નં.૧૬)
મહામંત્રી કિરણબેન વી.હરસોડા (વોર્ડ નં.૧૨)
મહામંત્રી માધવીબેન એ.જોગીયા (વોર્ડ નં.૯)
-કિસાન મોરચો
પ્રમુખ યોગેશભાઈ જી.ભુવા (વોર્ડ નં.૧૩)
મહામંત્રી રાજેશભાઈ આર.ડાંગરીયા (વોર્ડ નં.૧૧)
અનીશસિંહ એન.પરમાર (વોર્ડ નં.૫)
-બક્ષીપંચ (ઓબીસી) મોરચો
પ્રમુખ બાબુભાઈ એમ.માટીયા (વોર્ડ નં.૫)
મહામંત્રી: મહેશભાઈ એમ.મિયાત્રા ( વોર્ડ નં.૧૪)
રાજેશભાઈ એલ.સવનીયા (વોર્ડ નં.૧)
-અનુસૂચિત જાતિ (એસસી) મોરચો
પ્રમુખ દિનેશભાઈ એમ.ગોહેલ (વોર્ડ નં.૩)
મહામંત્રી સંજયભાઈ એલ.બગડા (વોર્ડ નં.૬)
મહામંત્રી અભિષેક ગોરી ( વોર્ડ નં.૩)
-અનુસૂચિત જન જાતિ (એસટી) મોરચો
પ્રમુખ મનોજભાઇ દુબલ (વોર્ડ નં.૮)
મહામંત્રી વિજયભાઇ એચ.રાઠોડ (વોર્ડ નં.૧)
મહામંત્રી જીતેન્દ્રભાઇ વાઘેલા (વોર્ડ નં.૮)
-લઘુમતી મોરચો
પ્રમુખ ઈબ્રાહીમભાઈ એફ સોની (વોર્ડ નં.૩)
મહામંત્રી ફિરોજભાઈ ડેલા (વોર્ડ નં.૧૩)
અમનભાઈ એચ.શમા (વોર્ડ નં.૧૬)
ફરિયાદો અને જૂથવાદની ગંભીર નોંધ લેવાઇ
રાજકોટ શહેર ભાજપના વિવિધ મામલે અવારનવાર પ્રદેશમાં કરાતી ફરિયાદો તેમજ પક્ષની સામાન્ય પ્રક્રિયાઓ અને કાર્યક્રમોથી લઇને સંગઠન સંરચના સુધી જોવા મળેલા જૂથવાદની પ્રદેશે ગંભીર નોંધ લીધી હતી. ચર્ચાતા નામો કપાવા પાછળ આ બે મુખ્ય કારણ છે તદઉપરાંત અમુક હોદા માટે છેવટ સુધી લોબિંગ થતા કોઇ જૂથમાં ન હોય તેવાને તક અપાઇ હોવાની ચર્ચા છે.
અમુક નામો મહાપાલિકાની ચૂંટણી માટે રાખ્યા
રાજકોટ શહેર ભાજપ સંગઠન માળખામાં અમુક સિનિયર અને સક્ષમ નામો પણ દાવેદાર તરીકે હતા પરંતુ તેમને ક્યાંય સ્થાન અપાયું નથી તેથી આ મામલે ચર્ચાનો ચકડોળ ચાલ્યો છે પરંતુ એવું મનાય રહ્યું છે કે પ્રદેશે અમુક નામોને મહાપાલિકાની આગામી ચૂંટણીને ધ્યાને લઇને સાચવી રાખ્યા છે જેમને સંગઠનમાં તક મળી નથી તેમને મહાપાલિકાની ચૂંટણીમાં તક મળે તેવી શક્યતા છે.