રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા સમાજના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ તેમજ વિવિધ જ્ઞાતિ સમુદાયના અગ્રણીઓને ઉમેદવાર તરીકે પસંદ કરી સર્વક્ષેત્રીય, સર્વસમાવેશક સર્વ સમાજની લાગણી અને આંકાક્ષાઓનો પ્રતિબિંબ પાડેલ છે.
ગઈકાલે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા બહાર પાડેલ ઉમેદવારની યાદી ઉપર પ્રથમ નજર નાંખતા જ નીચે મુજબના બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં એડવોકેટ યાદીમાં નોંધાયેલ જણાય છે.
(૧) ડો. પ્રદીપભાઈ ડવ
(૨) ડો. પરેશભાઈ ઠાકર
(૩) રક્ષિતભાઈ કલોલા
(૪) મનીષભાઈ ભટ્ટ
(૬) કિશનભાઈ ટીલવા
(૭) ઘનશ્યામભાઈ હેરભા
(૮) જયરાજસિંજી જાડેજા
(૯) કૌશિકભાઈ ટાંક
આ ઉપરાંત અલ્પાબેન દવે તે રાજકોટના એડવોકેટ દિપકભાઇ દવેના પત્ની તેમજ આ વોર્ડના જનસંઘના સમયના વરિષ્ટ અગ્રણી સ્વ. જીતેન્દ્રભાઈ ગોહેલના પુત્રવધૂ અને એડવોકેટ કિરીટભાઈ ગોહેલના પત્ની ખ્યાતિબેન ગોહેલ વોર્ડમાં ચૂંટણી લડી રહ્યા છે.
ગુજરાત પ્રદેશ ભાજપના લીગલ સેલના સહ સંયોજક અનિલભાઈ દેસાઈ રાજકોટ શહેર ભાજપના લીગલ સેલના કન્વીનર પિયુષભાઈ શાહ તથા સહ કન્વીનર કમલેશભાઈ ડોડીયાએ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે વધુમાં વધુ એડવોકેટને ટીકીટ ફાળવવામાં આવતા વકીલ સમુદાયમાં આનંદની લાગણી અનુભવી રહ્યા છે.
ભાજપના લીગલ સેલ દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને ધારાસભ્ય રાજકોટ શહેર ભાજપના પ્રભારી અનિરુદ્ધ ભાઈ દવે રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઇ વાઘાણી; રાજકોટ શહેર ભાજપના પ્રમુખ ડો. માધવભાઈ દવે, સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા; સાંસદ રામભાઈ મોકરિયા ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શીતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા અને ભાનુબેન બાબરીયા સહિતના સૌ અગ્રણીઓનો આભાર વ્યકત કરેલ છે.