BREAKING NEWS

ભાજપને ૧૯૮૮ બેઠક અને ૫૨.૫૧% મત મળ્યા: કોંગ્રેસને ૪૫૯, આપને ૧૮ સીટ મળી

  • April 29, 2026 09:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજ્યમાં તાજેતરમાં યોજાયેલી સનિક સ્વરાજની સંસઓની ચૂંટણીના પરિણામો જાહેર યા છે, જેમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ બહુમતી સો વિજય મેળવી પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ મુજબ, સમગ્ર રાજ્યમાં કુલ ૨૬૨૪ બેઠકો પર યોજાયેલી આ પ્રક્રિયામાં ભાજપે ૧૯૮૮ બેઠકો પર કબજો જમાવી વિરોધ પક્ષોના સૂપડા સાફ કરી દીધા છે.ચૂંટણીના પરિણામોનું વિશ્લેષણ કરતા માલૂમ પડે છે કે ભારતીય જનતા પાર્ટીએ કુલ ૫૨.૫૧% મતો મેળવી ૧૬૧૮ બેઠકો હરીફાઈ દ્વારા અને ૩૭૦ બેઠકો બિનહરીફ જીતી લીધી છે. તેની સામે મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસના ફાળે માત્ર ૪૫૯ બેઠકો (૪૪૭ હરીફાઈ અને ૧૨ બિનહરીફ) આવી છે, જ્યારે આમ આદમી પાર્ટીને ૧૮ બેઠકોી સંતોષ માનવો પડ્યો છે. અન્ય પક્ષોમાં અખિલ ભારતીય મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (એઆઇએમઆઇએમ)ને ૧૪ અને બહુજન સમાજ પાર્ટીને ૩ બેઠકો પ્રાપ્ત ઈ છે.નોંધનીય બાબત એ છે કે રાજકીય પક્ષો ઉપરાંત અપક્ષ ઉમેદવારોએ પણ આ ચૂંટણીમાં નોંધપાત્ર દેખાવ કર્યો છે. કુલ ૧૨૯ બેઠકો પર અપક્ષ ઉમેદવારો વિજયી બન્યા છે, જે દર્શાવે છે કે સનિક સ્તરે મતદારોએ પક્ષ કરતા ઉમેદવારની છબીને પણ મહત્વ આપ્યું છે.આ ચૂંટણીમાં કુલ ૬૩,૪૨,૭૯૯ મતો નોંધાયા હતા. રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રક્રિયા સંપન્ન તા રાજ્ય ચૂંટણી પંચે તમામ મતદારો અને વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ભવ્ય વિજય બાદ ભાજપના છાવણીમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે વિપક્ષોમાં હારના કારણો શોધવા મામણ શરૂ થઈ છે.એપ્રિલ-૨૦૨૬માં યોજાયેલી જિલ્લ ા પંચાયતની ચૂંટણીઓના સત્તાવાર આંકડાઓ જાહેર ઈ ચૂક્યા છે. રાજ્યભરમાં યોજાયેલી આ ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ એક હજાર શાસન જાળવી રાખતા પ્રચંડ બહુમતી પ્રાપ્ત કરી છે. વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ) ભાજપના વિજય રને રોકવામાં નિષ્ફળ સાબિત થયા છે.પંચાયતની કુલ ૧૦૯૦ બેઠકો માટે યોજાયેલી આ પ્રક્રિયામાં ભારતીય જનતા પાર્ટીએ કુલ ૮૯૨ બેઠકો (૮૪૦ હરીફાઈ દ્વારા અને ૫૨ બિનહરીફ) પર જીત મેળવીને ક્લીન સ્વીપ કર્યું છે. જ્યારે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ફાળે માત્ર ૧૩૬ બેઠકો આવી છે. ત્રીજા પક્ષ તરીકે ઉભરી રહેલી આમ આદમી પાર્ટીએ ૫૮ બેઠકો પર વિજય મેળવ્યો છે, જ્યારે ૪ બેઠકો પર અપક્ષ ઉમેદવારોનો વિજય થયો છે.રાજ્યમાં થયેલા કુલ મતદાનના આંકડા મુજબ ભાજપને ૫૨.૨૩% મતો સો સૌી આગળ.કોંગ્રેસ: ૩૩.૭% મતો મેળવ્યા.આમ આદમી પાર્ટી: ૧૨.૪% મતો પ્રાપ્ત કર્યા.અન્ય પાર્ટી બહુજન સમાજ પાર્ટી, સીપીઆઈ(એમ) અને ભારત આદિવાસી પાર્ટી જેવી અન્ય પાર્ટીઓનું પ્રદર્શન નહિવત રહ્યું છે.આ પરિણામો દર્શાવે છે કે ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં ભાજપની પકડ વધુ મજબૂત બની છે. ૫૨ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા તે પક્ષની સંગઠન શક્તિનો પરિચય આપે છે. બીજી તરફ, વિપક્ષો માટે આ આંકડા ચિંતાજનક છે, કારણ કે મતોના વિભાજનનો સીધો ફાયદો સત્તાધારી પક્ષને મળ્યો હોય તેવું સ્પષ્ટ જણાય છે. આગામી દિવસોમાં આ નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ જિલ્લ ા સ્તરે વહીવટની કમાન સંભાળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application