ગુજરાતના રાજકીય ઈતિહાસમાં સ્થાનિક સ્વરાયની સંસ્થાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ એક નવો જ કિર્તિમાન સ્થાપિત કર્યેા છે. વર્ષ ૨૦૨૧નો પોતાનો જ જૂનો રેકોર્ડ તોડીને ભાજપે આ વખતે રેકોર્ડબ્રેક ૭૨૪થી વધુ બેઠકો પર બિનહરીફ વિજય મેળવીને વિપક્ષોના સૂપડા સાફ કરી દીધા છે. ઉમેદવારી ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે થયેલા હાઈવોલ્ટેજ ડ્રામા બાદ હવે રાયમાં ૯૨૩૭ બેઠકો માટે આગામી ૨૬મી એપ્રિલે મતદાન યોજાશે.
બુધવારે ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે માત્ર ચાર કલાકમાં જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ૪૦૦થી વધુ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લેતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો હતો. આ ઘટનાને પગલે ભાજપને ચૂંટણી પહેલા જ ૭૦૦થી વધુ બેઠકો પર સીધો વિજય મળ્યો છે. વડોદરા, સુરત, મહેસાણા અને બનાસકાંઠા જેવી જિલ્લા કચેરીઓમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. અનેક સ્થળોએ તો કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવો પડો હતો. વિપક્ષી નેતાઓએ આ પ્રક્રિયામાં ખરીદ–વેચાણ અને દબાણના આક્ષેપો કર્યા છે.
રાયની ૩૯૩ સંસ્થાઓ પૈકી ૮૪ નગરપાલિકાઓમાં ભાજપે સૌથી મોટો ઉછાળો માર્યેા છે.જેમા
કડી નગરપાલિકા ચૂંટણી પૂર્વે જ બે તૃતિયાંશ બહત્પમતી સાથે ભાજપે સત્તા કબજે કરી છે.તો અન્ય પાલિકાઓ જેવી કે બાયડ, ગણદેવી અને શહેરા સહિત ૮થી વધુ પાલિકાઓમાં ભાજપનું શાસન નિશ્ચિત બન્યું છે.
નવનિર્મિત ૯ કોર્પેારેશનમાં ૪૫થી વધુ ઉમેદવારો બિનહરીફ થયા છે, જેમાં પોરબંદરમાં ૧૧ અને આણંદમાં ૧૨ ઉમેદવારોનો સમાવેશ થાય છે. અમદાવાદ અને વડોદરામાં પણ ભાજપના બે–બે ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે.
છેલ્લા કેટલાક વર્ષેાના આંકડા જોઈએ તો ભાજપની મજબૂત પકડ દર્શાવે છે.વર્ષ ૨૦૧૫: માત્ર ૩૭ બેઠકો બિનહરીફ હતી.વર્ષ ૨૦૨૧મા ૨૨૦ બેઠકો પર બિનહરીફ વિજય થયો હતો. હવે
વર્ષ ૨૦૨૬ મા ૭૨૦થી વધુ બેઠકો સાથે નવો વિક્રમ રચ્યો છે.
રાય ચૂંટણી આયોગની જાહેરાત મુજબ કુલ ૧૦,૦૦૫ બેઠકો (૧૧ પેટાચૂંટણી સહિત) માટે પ્રક્રિયા હાથ ધરાઈ હતી. હવે બિનહરીફ બેઠકો બાદ બાકી રહેલી ૯,૨૩૭ બેઠકો માટે ૨૫,૫૧૬ ઉમેદવારો મેદાનમાં છે. અહીં નોંધવું જરી છે કે રાય ચૂંટણી આયોગ આજે બિનહરીફ થયેલા ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરશે, જેના પર સમગ્ર રાયની નજર ટકેલી છે...
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application