BREAKING NEWS

ઉપલેટામાં પંચાયતની ૧૮ બેઠકો પર ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા

  • April 11, 2026 02:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉપલેટા ગઈકાલે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ ઉપલેટા તાલુકા પંચાયતની ૧૮ સીટના તેમજ  જીલ્લા પંચાયતની ત્રણ સીટના ઉમેદવારોની જાહેરાત થતાં આજે તમામ ઉમેદવારોએ ધારાસભ્ય ડો. મહેન્દ્ર પાડલીયાની હાજરીમાં ઉમેદવારી નોંધાવી વિજયનો વિશ્વાસ વ્યકત કર્યેા હતો.ઉપલેટા તાલુકામાં આવતી રાજકોટ જિલ્લ ા પંચાયતની ત્રણ બેઠકોમાં ડુમીયાણી બેઠક ઉપર જાણીતા કેળવણીકાર મજબુતભાઈ હત્પબલના પત્ની અને ગણોદ ગ્રામ પંચાયતના પુર્વ સરપચં ભારતીબેન જયારે મોટી પાનેલી બેઠક ઉપર સોનલબેન કિરણભાઈ વાઘરીયા અને કોલકી બેઠક ઉપરથી સંગીતાબેન રાજેશભાઈ સોલંકીએ ચૂંટણી અધિકારી સમક્ષ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.




જયારે તાલુકા પંચાયતની ૧૮ બેઠકોમાં અરણી બેઠકમાં ભારતીબેન દિલીપભાઈ વાઘ, ઢાંકની બેઠકમાં જયેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ વાળા, ઢાંકરની બેઠકમાં જસીબેન સંજયભાઈ મુછાર, ડુમીયાણી બેઠકમાં વિરલબેન મેહત્પલભાઈ ચંદ્રવાડીયા, ગણોદ બેઠકમાં રવિભાઈ હસમુખભાઈ વિરડા, ખાખીજાળીયામાં પ્રભાબેન ભીખુભાઈ ગોહેલ, ખારચીયામાં પ્રવિણાબેન પિયુષભાઈ હત્પબલ, ખીરસરામાં મનસુખભાઈ જમનભાઈ પરમાર, કોલકીમાં રાજેશભાઈ વલ્લ ભભાઈ વાળોદરીયા, કોલી મજેઠીમાં ભીમાભાઈ ચાવડા, મોજીરામાં વિનોદભાઈ હાજાભાઈ ચાવડા, નાગવદરમાં પરેશભાઈ હરદાસભાઈ ભોપાળા, મોટી પાનેલીમાં ભાવેશ છગનભાઈ સવસાણી, મોટી પાનેલી ૨માં નયનભાઈ નરસિંહભાઈ પરમાર, સમઢીયાળામાં હંસાબેન જેન્તીભાઈ પરમાર, તલંગણામાંં કુવરબેન મેરામણ મારડીયા, જામટીંબડીમાં વિજયાબેન ચંદુભાઈ વાઘેલા અને વરજાંગજાળીયામાં રૂપલબેન વિપુલભાઈ મુંગલપરાએ આજે ચૂંટણી અધિકારી સમક્ષ ધારાસભ્ય ડો. મહેન્દ્ર પાડલીયાની આગેવાનીમાં ચૂંટણી ફોર્મ રજુ કર્યા હતા.આ અંગે ધારાસભ્ય ડો. મહેન્દ્ર પાડલીયાએ જણાવેલ કે, અમારા ઉમેદવારોની જીત નિીત છે. ધોરાજી ઉપલેટામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત પ્રગતિના પંથે છે. આગામી દિવસોમાં વિકાસના મત્રં સાથે અધુરા રહેલા કામો આગળ ધપાવી લોકોની સુખાકારીમાં વધારો કરશું તેમ અંતમાં જણાવેલ હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News