BREAKING NEWS

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ અને આપનો વોટશેર વધ્યો

  • April 30, 2026 09:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું પરિણામ આવી ગયું છે. જેમાં ભાજપે સાર્વત્રિક રીતે સત્તા મેળવી રાજ્યભરમાં ભગાવો લહેરાવ્યો છે. આ ચૂંટણીઓમાં ભાજપ અને આમ આદમી પાર્ટીનો વોટ શેર વધ્યો છે. જ્યારે કોંગ્રેસનો વોટ શેર ઘટ્યો છે. તેમજ ઘેઢ દાપડા પૂર્વે જન્મેલી આપ પાર્ટીનો ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં પગપેસારો જોવા મળ્યો છે. ગુજરાતભરમાં ૨૬ એપ્રિલના રોજ મહાનગર પાલિકા, જિલ્લ | પંચાયત અને તાલુકા પંચાયતોની કુલ ૧૦ હજાર જેટલી બેઠકો પર મતદાન થયું હતું આ તમામ ચૂંટણીના પરિણામો ૨૮ એપ્રિલના રોજ આવી ગયા હતા. જેમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીન સાર્વત્રિક રીતે સત્તાની કમાન ગુજરાતીઓએ સોંપી છે. આ ચૂંટણીઓમાં ભાજપ અને આમ આદમી પાર્ટીએ ગત ૨૦૨૧ની ચૂંટણીઓ કરતા પોતાના વોટ શેરમાં પણ  વધારો કર્યો છે. જ્યારે કોંગ્રેસનો વોટ શેર ઘટતો જોવા મળ્યો છે. તેમજ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં આપ પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું છે. સૌ પ્રથમ ૨૦૨૧ની વાત કરીએ તો ભાજપને પ૨.૬૯ ટકા, કોંગ્રેસને ૩૧.૯૪ ટકા અને આપને ૯.૯૨ ટકા મત મળ્યા હતા. જ્યારે ૨૦૨૬માં ભાજપને ૫૪.૭૦ ટકા, કોંગ્રેસને ૩૦.૨૮ ટકા અને આપને ૯.૧૯ ટકા મત મળ્યા છે. વર્ષ ૨૦૨૬ની ચૂંટણીઓમાં ભાજપને સરેરાશ ૨.૦૧ ટકાનો અને આપને ૨.૨૭ ટકા વધુ વોટ મળ્યા છે. જ્યારે કોંગ્રેસનો ૧.૬૬ ટકા વોટશેર ઘટ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં વધુ મજબૂત બની છે અને તેનો વોટશેર પણ ગ્રામીણ વિસ્તારોમાં જ વધ્યો છે. જે કોંગ્રેસ માટે ચિંતાનો વિષય બની શકે છે. તેમજ ભાજપે પોતાની મુજબુત પક્કડ જાળવી રાખીને વધુ સારું પ્રદર્શન કર્યું છે. પરંતુ એક ત્રીજી પાર્ટી તરીકે આપએ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં પગપેસારો કરી દીધી છે તે વાતને નકારી શકાય નહીં. આ ચૂંટણીને ૨૦૨૭ પહેલાનો મહત્વપૂર્ણ સેમી ફાઈનલ જંગ માનવામાં આવતો હતો. ત્યારે આવનારી વિધાનસભા ૨૦૨૭ની ચૂંટણીમાં કઈ પાર્ટીનું કેવું પ્રદર્શન રહે છે તે જોવું રસપ્રદ રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application