બીહારમાં એનડીએ જોરદાર જીત થયા બાદ ભાજપાના કાર્યકરોએ તેની ઠેર-ઠેર ઉજવણી કરી હતી, ગઇકાલે જામજોધપુર અને જામનગરમાં ત્રણ સ્થળોએ મીઠાઇ વેંચી ફટાકડા ફોડીને ભાજપના કાર્યકરોએ ઉજવણી કરી હતી, જામજોધપુરમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, કેબીનેટ મંત્રી અર્જુુનભાઇ મોઢવાડીયા, સાંસદ પૂનમબેન માડમ સહિતના અગ્રણીઓએ આ ઉજવણીમાં ભાગ લીધો હતો, જયારે જામનગરમાં રાજયમંત્રી રીવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશ અકબરીના કાર્યાલય પાસે ફટાકડા ફોડીને મીઠાઇની વેંચણી કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં મેયર વિનોદ ખીમસુરીયા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, ભાજપના શહેર પ્રમુખ બીનાબેન કોઠારી, સ્ટે.કમીટીના ચેરમેન નિલેશ કગથરા, કોર્પોરેટરો ગોપાલ સોરઠીયા, મનીષ કનખરા, તૃપ્તીબેન ખેતીયા, અરવિંદ સભાયા, જયેન્દ્રસિંહ ઝાલા, પુર્વ કોર્પોરેટર મેરામણ ભાટુ, બાબુભાઇ ચાવડા તેમજ ગીરીશભાઇ અમેથીયા સહિતના કાર્યકરોએ ફટાકડાની ઉજવણીમાં ભાગ લીધો હતો જયારે રણજીતનગરમાં પણ એકતા યાત્રા નિકળે તે પહેલા પટેલ સમાજ પાસે ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડીને ભવ્ય ઉજવણી કરી હતી.