હેલ્ધી અને ફિટ રહેવા માટે મોર્નિંગ કે ઇવનિંગ વોક કરવું એ સૌથી સરળ અને લોકપ્રિય રીત છે. પરંતુ શું તમારી ચાલવાની ઝડપ (Walking Speed) તમારા આયુષ્ય સાથે સીધી જોડાયેલી હોઈ ,બ્રિટનની પ્રતિષ્ઠિત સંસ્થા 'લીસેસ્ટર બાયોકેમિકલ રિસર્ચ સેન્ટર' (Leicester Biomedical Research Centre) ના સંશોધનમાં સામે આવ્યું છે કે, ધીમી ગતિએ ચાલતા લોકોની સરખામણીએ ઝડપથી (Brisk Walking) ચાલતા લોકો વધુ લાંબુ આયુષ્ય ભોગવે છે.
રિસર્ચના મુખ્ય તારણો
શારીરિક વજન કરતાં ફિઝિકલ એક્ટિવિટી વધુ મહત્વની
રિસર્ચના મુખ્ય લેખક પ્રોફેસર ટૉમ યેટ્સના જણાવ્યા અનુસાર, વ્યક્તિની સંભવિત ઉંમર (Life Expectancy) જાણવા માટે તેના બોડી વેટ (વજન) કરતાં તેનો ફિઝિકલ એક્ટિવિટી સ્ટેટસ વધુ સચોટ સંકેત આપે છે.
ધીમી ચાલ અને અન્ડરવેટ લોકો માટે જોખમ
આ અભ્યાસમાં યુકે બાયોબેંકના 4,74,919 લોકોની ચાલવાની આદતોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તેમાં જાણવા મળ્યું કે જે લોકો અન્ડરવેટ (જરૂર કરતાં પાતળા) છે અને ખૂબ ધીમી સ્પીડથી ચાલે છે, તેમનું આયુષ્ય સૌથી ઓછું નોંધાયું છે.
લાંબા આયુષ્ય પાછળનું વૈજ્ઞાનિક કારણ
'ટૅલોમેયર' (Telomere)સંસ્થાના વર્ષ 2022 ના બીજા એક રિસર્ચમાં 4,05,981 લોકો પર અભ્યાસ કરીને ચાલવાની સ્પીડ અને લાંબા આયુષ્ય વચ્ચેનું ચોક્કસ કારણ શોધવામાં આવ્યું છે
ડીએનએ પ્રોટેક્શન:- ઝડપથી ચાલતા લોકોના શરીરમાં 'લ્યુકોસાઇટ ટેલોમેયર' (Leukocyte Telomere) ની લંબાઈ વધુ જોવા મળી છે.
ટેલોમેયર શું છે?
ટેલોમેયર એ આપણા ક્રોમોઝોમ (રંગસૂત્રો) ના છેડા પર આવેલી એક રક્ષણાત્મક કેપ (ટોપી) જેવી રચના છે, જે ડીએનએને ડેમેજ થતાં બચાવે છે.
રોગોથી રક્ષણ: વૈજ્ઞાનિકોના મતે, જે લોકો 100 વર્ષથી વધુ જીવે છે તેમના શરીરમાં ટેલોમેયર લાંબા હોય છે, જે ઉંમર સાથે થતી બીમારીઓ સામે રક્ષણ આપે છે. રોજિંદી ચાલવાની ગતિ વધારવાથી આ ટેલોમેયરની લંબાઈ જળવાઈ રહે છે અને વ્યક્તિ જૈવિક રીતે વધુ યુવાન રહે છે.નિષ્ણાતો આ રિસર્ચના આધારે લોકોને સલાહ આપે છે કે માત્ર ધીમે-ધીમે ફરવાને બદલે ચાલવામાં થોડી ઝડપ લાવવી (બ્રિસ્ક વોકિંગ કરવું) સ્વાસ્થ્ય અને આયુષ્ય બંને માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.
તબીબી અસ્વીકરણ
આ અહેવાલમાં આપવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય શૈક્ષણિક અને જાગૃતિ હેતુ માટે છે. તેને કોઈ વ્યાવસાયિક તબીબી સલાહ અથવા ફિટનેસ માર્ગદર્શન તરીકે ન ગણવી. તમારી શારીરિક ક્ષમતા અને સ્વાસ્થ્યની સ્થિતિ અનુસાર કોઈપણ નવી કસરત કે ફિટનેસ રૂટિન શરૂ કરતા પહેલાં હંમેશા ડોક્ટરની સલાહ લેવી.