BREAKING NEWS

જામનગર ગ્રામ્યના પાંચ પોલીસ સ્ટેશનના કબ્જે કરાયેલ ૩૨૧ વાહનોની હરરાજી

  • October 01, 2025 12:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર ગ્રામ્ય ડીવીઝનના પાંચ પોલીસ સ્ટેશન દ્વારા જુદા જુદા કેસમાં કબ્જે કરાયેલા કુલ ૩૨૧ વાહનોની મુદામાલ નિકાલ ઝુંબેશ અંતર્ગત હરરાજી કરવામાં આવી હતી, જેમાં હાલની ક્ધડીશન સાથે રજુ કરી આ હરરાજી થઇ હતી જેમાં ૧૨.૫૬ લાખની સરકારને આવક થઇ છે. 


રેન્જ આઇજી અને જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ મુદામાલ વાહન નિકાલ ઝુંબેશ-૨૦૨૫ અન્વયે કમિટીની રચના કરવામાં આવેલ જેમાં જામનગર ગ્રામ્ય ડીવાયએસપી આર.બી. દેવધાના અઘ્યક્ષસ્થાને તથા પાંચ પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓની કમિટી બનાવવમાં આવી હતી. 


જેમાં ગ્રામ્ય ડીવીઝન હેઠળના ધ્રોલ પોલીસ સ્ટેશનના ૯૫ વાહન, પંચકોશી-એના ૪૮ વાહન, જોડીયા પોલીસ સ્ટેશનના ૫૦ વાહન, કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના ૧૭, કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનના ૧૧૦ વાહન મળી કુલ ૩૨૧ વાહનની સંયુકત મુદામાલ વાહન નિકાલ ઝુંબેશ હેઠળ વર્ગીકરણ કરતા લાંબા સમયથી આ વાહનો પોલીસ સ્ટેશન ખાતે જે તે વિસ્તારમાં ચેકીંગ દરમ્યાન એમવીએકટ ૨૦૭ ડીટેઇન મુજબ કબ્જે લીધેલ તેમજ જીપીએકટ ૮૨ (૨) મુજબ, ૧૦૬ મુજબ તથા સીઆરપીસી ૧૦૨ મુજબ તેમજ અલગ અલગ ગુનાના કામે કબ્જે લીધેલ આ તમામ વાહનોનો યોગ્ય નિકાલ કરવા એકઝી. મેજી. તથા જેએમએફસી કોટને રીપોર્ટ કરી હરરાજી કરવા માટે આવેલા હુકમ આધારે પાંચેય પોલીસ સ્ટેશનના વાહનની એમટી વિભાગ જામનગર પીએસઆઇ દ્વારા અપસેટ નકકી કરવામાં આવેલ.


જે તમામ વાહનોની ધ્રોલ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડ ખાતે હરરાજી રાખવામાં આવી હતી જેમાં ભંગારના કુલ ૫૨ જેટલા વેપારીઓ હાજર રહેલ, ડીવાયએસપી દેવધાના માર્ગદર્શન મુજબ તેમના અઘ્યક્ષસ્થાને હરરાજીમાં સમાવિષ્ટ પોલીસ સ્ટેશનના વાહનોને ‚બ‚ બતાવી હરરાજીનો નવતર પ્રયોગ સફળ રીતે કરાયો હતો.


જેમાં એક સ્થળે બેસીને હરરાજી કરતા પોલીસ સ્ટાફ અને હરરાજીમાં ભાગ લેવા આવેલ વેપારીઓના સમય, ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં નોંધપાત્ર બચત થયેલ છે, સંયુકત હરરાજી કાર્યક્રમમાં ધ્રોલ પીઆઇ એચ.વી. રાઠોડ, પંચ-એના પીઆઇ એમ.એન. શેખ, જોડીયાના પીઆઇ આર.એસ. રાજપુત, કાલાવડ ગ્રામ્યના પીઆઇ પી.જી. પનારા, કાલાવડ ટાઉનના પીઆઇ એન.વી. આંબલીયા તથા વેપારીઓ, પોલીસકર્મીઓ ઉપસ્થીત રહયા હતા અને હરરાજી બાબતે સંતોષની લાગણી વ્યકત કરી હતી. 
​​​​​​​

કબ્જે કરેલ મુદામાલ વાહન નિકાલ ઝુંબેશ અંતર્ગત ધ્રોલના વાહનોની ૩ લાખ, પંચ-એના ૩.૧૩ લાખ, જોડીયાના ૧.૩૫ લાખ, કાલાવડ ગ્રામ્યના ૫૩ હજાર, કાલાવડ ટાઉનના ૪.૫૫ લાખ મળી જાહેર હરરાજીમાં જીએસટી સાથે કુલ ૧૨.૫૬ લાખની કિંમત ઉપજેલ છે. જે ઉપજેલ નાણા સરકાર ખાતે જમા કરાવવા અંગેની તજવીજ હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application