વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબધં મૂકવાના નિર્ણયની પ્રશંસા કર્યા બાદ ગુજરાત સરકારે પણ રાયના શાળાકીય વિધાર્થીઓ માટે સોશિયલ મીડિયા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ના ઉપયોગને નિયમિત કરવા માટે માર્ગદર્શિકા તૈયાર કરવાની પ્રક્રિયા શ કરી છે.
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, ૧૬ વર્ષથી ઓછી ઉંમરના વિધાર્થીઓમાં વધતા સ્ક્રીન ટાઈમ, સોશિયલ મીડિયાના વધુ ઉપયોગ અને એઆઈ પર વધતી નિર્ભરતા બાળકોના માનસિક વિકાસ, વિચારશકિત અને સ્વતત્રં રીતે સમસ્યાનો ઉકેલ લાવવાની ક્ષમતા પર નકારાત્મક અસર કરી રહી છે. આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને રાય સરકાર સંભવિત નિયમન માટે વિવિધ વિકલ્પો પર વિચાર કરી રહી છે.
તાજેતરમાં ઓસ્ટ્રેલિયા–ભારત નેતાઓની બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ ઓસ્ટ્રેલિયાના માહિતી ટેકનોલોજી અને સોશિયલ મીડિયા સંબંધિત કાયદાકીય સુધારાઓને વિશ્વ માટે પ્રેરણાદાયી ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ભારત પણ આ પ્રકારના પગલાંમાંથી ઘણું શીખી રહ્યું છે.
ગુજરાત સરકાર માત્ર સોશિયલ મીડિયા સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ વિધાર્થીઓ દ્રારા એઆઈ આધારિત ટૂલ્સના વધતા ઉપયોગ અંગે પણ ચિંતિત છે. અધિકારીઓનું માનવું છે કે હોમવર્ક, પ્રોજેકટ અને અન્ય શૈક્ષણિક કાર્યેામાં એઆઈ પર અતિશય આધાર રાખવાથી વિધાર્થીઓની તર્કશકિત, સર્જનાત્મકતા અને સ્વતત્રં વિચાર કરવાની ક્ષમતામાં ઘટાડો થઈ શકે છે. તેથી નવી માર્ગદર્શિકામાં એઆઈના જવાબદાર અને મર્યાદિત ઉપયોગ અંગે પણ જોગવાઈ કરવામાં આવી શકે છે.
શિક્ષણ વિભાગ હાલમાં ઓસ્ટ્રેલિયા ઉપરાંત યુરોપના કેટલાક દેશોમાં અમલમાં રહેલા નિયમોનો અભ્યાસ કરી રહ્યો છે. સાથે જ આંધ્ર પ્રદેશ અને ગોવા જેવા કરવી તે અંગે પણ ચર્ચા ચાલી રહી છે.
સરકાર અંતિમ નિર્ણય લેતા પહેલાં માતા–પિતા, શિક્ષણવિદો, બાળ મનોવૈજ્ઞાનિકો, ડિજિટલ સુરક્ષા નિષ્ણાતો અને અન્ય સંબંધિત હિતધારકો સાથે વ્યાપક પરામર્શ કરશે. હાલમાં આ સમગ્ર પ્રક્રિયા પ્રાથમિક તબક્કામાં છે અને માર્ગદર્શિકાનું અંતિમ સ્વપ શું હશે તે અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. અધિકારીઓએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર પણ આવા મુદ્દા પર વિચાર કરી રહી છે અને રાય સરકાર તેના સંપર્કમાં છે.
રાયો દ્રારા ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા ઉપયોગને નિયંત્રિત કરવા માટે બનાવવામાં આવી રહેલી માર્ગદર્શિકાઓનું પણ વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.
જોકે, સરકાર સ્વીકારે છે કે આવા નિયમોનો અમલ કરવો સરળ નહીં હોય. ખાસ કરીને ઘરમાં બાળકો મોબાઇલ અથવા અન્ય ઉપકરણો પર સોશિયલ મીડિયા વાપરે છે કે નહીં તેની અસરકારક દેખરેખ રાખવી પડકારપ બની શકે છે. તેથી અમલીકરણ માટે વ્યવહા અને અસરકારક વ્યવસ્થા કેવી રીતે ઉભી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application