BREAKING NEWS

જેતપુરમાં ગેસ એજન્સીના ડિલિવરી મેનને કાકા- ભત્રીજાએ મારમારી ખુનની ધમકી આપી

  • July 14, 2026 10:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુરમાં ગેસ એજન્સીમાં ડિલિવરીમેન તરીકે નોકરી કરનાર યુવાનને કાકા- ભત્રીજાએ ગાળો આપી મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવવામાં આવી છે. જેતપુરમાં દેસાઈવાડી વિસ્તારમાં બોસમિયા કોલેજની સામેની ગલીમાં રહેતા રાજદિપસિંહ જોરૂભા રાણા (ઉ.વ.27) દ્વારા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે જેતપુરમાં જ રહેતા દિનેશ પાદરીયા અને પીન્ટુ પાદરીયાના નામ આપ્યા છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ઇન્ડિયન કંપનીના રાંધણ ગેસના બાટલાનુ ડિલિવરીનું કામ કરે છે. યુવાને ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, તે મહારાજા ગેસ એજન્સી ગોંડલના ગેસના બાટલાની ડિલિવરીનું કામ કરતો હોય અને ગઇકાલે બાટલાના બિલ કંપનીની ગાડીમાં જેતપુર આવ્યા છે તેવી તેને જાણ થઈ હોય જેથી તે સવારના 11:00 વાગ્યે બાઈક લઈને કંપનીના બાટલા ભરેલ ગેસની ગાડી આઇસર જેતપુર નવાગઢ સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ પાસે આવેલ નેશનલ હાઇવેના સર્વિસ રોડ પર ઉભી હોય ત્યાં લેવા માટે ગયો હતો. યુવાન અગાઉ જે ગેસ એજન્સીમાં ડિલિવરી મેન તરીકે નોકરી કરતો હતો તે દિનેશ પાદરીયા અને તેનો ભત્રીજો પીન્ટુ (રહે બંને. નવાગઢ, પટેલ ચોક જેતપુર) ત્યાં હાજર હોય અને ગેસ ડિલિવરીના બિલ ગાડી સાથે આવેલ શુભમભાઇ મારૂએ આપી દેતા દિનેશ અને પીન્ટુ બંને યુવાન પાસે આવી બિલ લેવાનો પ્રયત્ન કર્યો હતો. બાદમાં યુવાન સાથે ગાળાગાળી કરવા લાગ્યા હતા અને કહ્યું હતું કે, અમે તને અહીં ગેસ એજન્સીની ડિલિવરીનું કામ કરવા દેઇશુ નહીં જેથી યુવાને કહ્યું હતું કે, હું તમારી સાથે કામ નથી કરતો તમારું કેમ માનુ. જેથી આ દિનેશ અને પીન્ટુએ યુવાન સાથે મારામારી કરી ગાળો આપી હતી. યુવાના ગાળો આપવાની ના કહેતા ઝપાઝપી કરી આજે તો તને મારી જ નાખવો છે તેવી ધમકી આપવા લાગ્યા હતા જેથી યુવાન અહીંથી પોતાનું બાઈક લઇ ભાગી ગયો હતો. બાદમાં જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હતી અને બાદમાં તેણે આ કાકા-ભત્રીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News