BREAKING NEWS

અનમોલ બિશ્નોઈને એક વર્ષ સુધી કસ્ટડીમાં લઈ શકાશે નહીં: ગૃહમંત્રાલયનો મહત્વપૂર્ણ આદેશ

  • December 13, 2025 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ગૃહમંત્રાલય દ્વારા કુખ્યાત ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈને લઈ મહત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે. જેને લઈ બીએનએસએસની કલમ 303 અંતર્ગત 1 વર્ષ સુધી કોઈ પણ રાજ્યની પોલીસ કે એજન્સી અનમોલ બિશ્નોઈની કસ્ટડી લઈ શકશે નહી. આદેશ મુજબ જો કોઈ પોલીસે કે એજન્સીએ તેની પૂછપરછ કરવી હોય તે તેને માત્ર તિહાડ જેલમાં જ પૂછપરછ કરી શકે છે. આ પગલા સુરક્ષાના કારણો તેમજ કાનૂની વ્યવસ્થા બનાવી રાખવા માટે લેવામાં આવ્યા છે.


બીએનએસએસની કલમ 303 અંતર્ગત ગૃહમંત્રાલયને અધિકાર છે કે તે કોઈપણ કેદીને તેની હાલની જેલમાંથી બહાર ન કાઢવાનો નિર્દેશ આપી શકે છે. આ આદેશનો ઉદ્દેશ્ય એ છે કે તમામ લોકોની સુરક્ષા અને કાનૂન વ્યવસ્થા પર તેની અસર ન પડે અને આરોપીને કોઈ પણ બહારના જોખમથી બચાવી શકાય. આ આદેશ અનમોલના મોટા ભાઈ લોરેન્સ બિશ્નોઈ પર પણ લાગુ કરવામાં આવેલ છે. જે છેલ્લા ઘણા સમયથી ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે. બંનેને અલગ અલગ હાઇ-પ્રોફાઇલ કેસોમાં નામાંકિત આરોપી માનવામાં આવે છે.


અનમોલ બિશ્નોઈને અમેરિકાથી ડિપોર્ટ કરી ભારત લાવ્યા બાદ તરત જ રાષ્ટ્રીય તપાસ એજન્સીએ તેની ધરપકડ કરી હતી. જે બાદ તેને દિલ્લીની પટિયાલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં એનઆઈએની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. જ્યાં પહેલી વખતે તેને 11 દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. જે બાદ અદાલત દ્વારા તેની કસ્ટડી વધુ 7 દિવસની વધારી દેવામાં આવી હતી. જેથી એજન્સી પૂછપરછ કરી શકે અને ગેંગની યોજનાઓ વિશે મહત્વપૂર્ણ જાણકારી મેળવી શકે. અનમોલ બિશ્નોઈની પટિયાલા હાઉસ કોર્ટમાં એનઆઈએની કસ્ટડિમાં મોકલી દેવામાં આવ્યો હતો. શુક્રવારે અનમોલ બિશ્નોઈને વિડીયો કોન્ફરન્સ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.


અનમોલ બિશ્નોઈ વર્ષ 2022 થી ફરાર હતો. તેમજ એનઆઈએ સહિતની કેટલીય એજન્સીઓ તેની શોધખોળમાં દિવસ રાત એક કરી રહી હતી. વિદેશમાં સંતાઈને સમગ્ર ગેંગનું સંચાલન કરતો રહ્યો હતો. અમેરિકાના અધિકારીઓએ તેની પર ખોટા દસ્તાવેજો સાથે ગેરકાયદેસર રીતે રહેવાના આરોપમાં કસ્ટડીમાં લીધો હતો. જે બાદ તેને ભારત ડિપોર્ટ કરવામાં આવ્યો હતો. ભારત આવતા જ એનઆઈએ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જે બાદ તેનાં રિમાન્ડ માંગી તેની પૂછપરછ ચાલુ કરી હતી.


અનમોલ બિશ્નોઈનો મોટો ભાઈ લોરેન્સ બિશ્નોઈ કુખ્યાત ગેંગસ્ટર છે અને તે સાબરમતી જેલમાં બંધ છે. ગૃહમંત્રાલયે લોરેન્સ પર પણ બીએનએસએસ ની કલમ 303 હેઠળ આદેશ જારી કરેલ છે. જેના લીધે તેને જેલની બહાર કાઢવામાં આવી શકતો નથી. બંને ભાઈઓના મામલે રાષ્ટ્રીય સુરક્ષા અને કાનૂન-વ્યવસ્થા પર મોટી અસર પડી છે. જેથી એજન્સીઓ તેમના નેટવર્કને તોડવાનો પ્રયાસ કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application