BREAKING NEWS

સ્ટેટ લેવલની કરાટે હરિફાઈમાં એન્જલ રાંકજા પ્રથમ ક્રમે વિજેતા

  • May 06, 2026 08:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોમનાથ-પ્રભાસ પાટણ સોમનાથ મંદિર સાનિધ્યે આવેલ સાગર દર્શન ઓડિટોરિયમ હોલ ખાતે બે દિવસથી રાજ્યકક્ષાની ૧૫ મી ગુજરાત વાડો કાઈ - કરાટે ચેમ્પિયનશિપ સ્પર્ધા યોજાઈ હતી જેમાં ૧૫ જિલ્લ 1 ના ૫૫૦ જેટલા વિદ્યાર્થી ભાઈ- બહેનોએ ભાગ લઈ ચેમ્પિયનશિપ રેન્ક મેળવી હતી અને વિજેતાઓને પ્રમાણપત્ર, ચંદ્રક મેળવ્યા હતાં. વિજેતાઓની તારીખ ૨૪ અને ૨૫ મેના રોજ હિમાચલ પ્રદેશના ધરમશાળા ખાતે યોજનાર રાષ્ટ્રીય કરાટે સ્પર્ધામાં પસંદગી પામ્યા છે. રાજકોટની ૫ વર્ષની બાળકી એન્જલ રાંકજા કાટા સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે ઉતીર્ણ થઈ હતી. ગુજરાત વાડો કાઈ કરાટે ના સિંહાન
પ્રવીણ ચૌહાણે આ અંગે જણાવ્યું કે આ સ્પર્ધામાં રાજ્યના વિવિધ જિલ્લ [ઓમાંથી ૫૦૦ ઉપરાંત સ્પર્ધકો તેમના વાલીઓ સહિત અંદાજે ૧૫૦૦ થી ૨૦૦૦ લોકોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.સોમનાથ ખાતે યોજાયેલા રાજ્ય સ્પર્ધામાં આ સંસ્થાના રાષ્ટ્રીય કક્ષાના ચેરમેન-ટ્રસ્ટી રાજેશ અગ્રવાલની પ્રેરક પ્રોતસાહક ઉપસ્થિતિ રહી આ સ્પર્ધામાં ૧૫ જેટલા જજ અને ૨૦ જેટલા અલગ-અલગ જિલ્લ (ઓના કોચ તથા અધિકારીઓએ હાજરી આપી ૫ વર્ષથી માંડી ૩૫ વર્ષ સુધીના સ્પર્ધકોએ ભાગ લઈ ઉત્સાહક દાખવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application