BREAKING NEWS

અમદાવાદ પ્લેન ક્રેશ:વિમાનમાં પહેલેથી જ ખામીઓ હતી

  • January 22, 2026 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ થયેલી ભયાનક એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાના મહિનાઓ બાદ, અમેરિકાના એક એવિએશન સેફ્ટી ગ્રુપે દુર્ઘટનાના સંભવિત કારણો અંગે રિપોર્ટ રજૂ કર્યો છે. ફાઉન્ડેશન ફોર એવિએશન સેફ્ટી (એફએએસ) નામના ગ્રુપે દાવો કર્યો છે કે દુર્ઘટનાગ્રસ્ત થયેલા એર ઈન્ડિયાના બોઈંગ ૭૮૭ વિમાનમાં પહેલેથી જ ટેકનિકલ સમસ્યાઓ હતી. ક્રેશ થતાં પહેલાં વિમાન પણ ઘણી વખત ગંભીર ટેકનિકલ ખામીઓનો સામનો કરી ચૂક્યું હતું.

અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ કર્યાના થોડા સમય પછી, વિમાન એક મેડિકલ હોસ્પિટલની ઇમારત સાથે અથડાયું. અકસ્માતને ઘણા મહિનાઓ વીતી ગયા છે, પરંતુ ક્રેશનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. યુએસ એવિએશન સેફ્ટી કેમ્પેઈન ગ્રુપે અમેરિકન સંસદમાં દાવો કર્યો છે કે એર ઈન્ડિયાના બોઈંગ ૭૮૭ વિમાનમાં પહેલેથી જ ટેકનિકલ સમસ્યાઓ હતી.

ફાઉન્ડેશન ફોર એવિએશન સેફ્ટીએ ૧૨ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ યુએસ કોંગ્રેસને રિપોર્ટ સબમિટ કર્યો. અહેવાલ મુજબ, એફએએસએ તેની તપાસમાં શોધી કાઢ્યું કે એર ઈન્ડિયાનો ભાગ બન્યા પછીથી જ વિમાનમાં ટેકનિકલ સમસ્યાઓ આવવા લાગી હતી. એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યુરો (એએઆઈબી) એ તેના પ્રારંભિક અહેવાલમાં સૂચવ્યું હતું કે વિમાન દુર્ઘટના ફસાઈ ગયેલ ઇંધણ સ્વીચને કારણે થઈ હતી. તેની તુલના બોઇંગ 737 મેક્સ ક્રેશ સાથે કરવામાં આવી હતી.

એફએએસ તેના અહેવાલમાં દાવો કરે છે કે બોઇંગ 787 શેડ્યુઅલ પ્રોગ્રામથી ત્રણ વર્ષ પાછળ ચાલે છે અને બજેટ કરતાં અબજો ડોલર વધારે છે. બોઇંગ 787 વિમાનોમાં 2,000 થી વધુ સિસ્ટમ ફેઈલ થઇ ચુકી છે.એફએએસએ વધુમાં જણાવ્યું હતું કે બોઇંગ 787 2011 માં બનીને તૈયાર થયું હતું અને ડિસેમ્બર 2013 માં તેની પ્રથમ ઉડાન ભરી હતી. તે 28 જાન્યુઆરી, 2014 ના રોજ એર ઇન્ડિયાને સોંપવામાં આવ્યું હતું. વિમાને 8 ફેબ્રુઆરી, 2014 ના રોજ તેની પ્રથમ કોમર્શીયલ ઉડાન ભરી હતી.


2000થી વધુ બોઈંગ 787 વિમાનોમાં સિસ્ટમ ફેલ: એફએએસનો દાવો

એફએએસએ પોતાના રિપોર્ટમાં એવો પણ દાવો કર્યો છે કે બોઈંગ 787 પ્રોગ્રામ તેના નિર્ધારિત સમય કરતાં 3 વર્ષ પાછળ ચાલી રહ્યો છે અને તેનું બજેટ અબજો ડોલર વધી ગયું છે. રિપોર્ટ મુજબ, 2000થી વધુ બોઈંગ 787 વિમાનોમાં સિસ્ટમ ફેલિયરની ઘટનાઓ બની ચૂકી છે. દુર્ઘટનાગ્રસ્ત વિમાન વિશે માહિતી આપતાં રિપોર્ટમાં કહેવાયું છે કે આ વિમાન 2011માં બનીને તૈયાર થયું હતું અને 28 જાન્યુઆરી, 2014ના રોજ તેને એર ઈન્ડિયાને સોંપવામાં આવ્યું હતું.


ભારતમાં દુર્ઘટના અંગે એએઆઈબી જે નિર્ણય લેશે તેનું પાલન કરીશું: બોઇંગના પ્રવક્તા

બોઇંગે એફએએસના દાવાઓનો પણ જવાબ આપ્યો છે. બોઇંગના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, અમે સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠનના પ્રોટોકોલનું પાલન કરીએ છીએ. ભારતમાં વિમાન દુર્ઘટના અંગે એએઆઈબી જે પણ નિર્ણય લેશે તેનું અમે પાલન કરીશું. દરમિયાન, એર ઇન્ડિયાએ આ બાબતે મૌન રાખ્યું છે.


વિમાનમાં રહેલી ખામીઓનું એફએએસએ લાંબુ લીસ્ટ રજુ કર્યું

એફએએસએ જણાવ્યું હતું કે વિમાનમાં નોંધપાત્ર એન્જિનિયરિંગ, ગુણવત્તા અને જાળવણી ખામીઓ હતી. વિમાનમાં અનેક સમસ્યાઓ નોંધાઈ હતી, જેમાં ઇલેક્ટ્રોનિક્સ, સોફ્ટવેર, સર્કિટ બ્રેકર્સ વારંવાર ટ્રીપ થવા, ખામીયુક્ત વાયરિંગ, શોર્ટ સર્કિટ, પાવર આઉટેજ અને પાવર સિસ્ટમનો ઓવરહિટીંગનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application