ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) માં પોતાની તોફાની બેટિંગથી ક્રિકેટ ચાહકોના દિલ જીતનાર ૧૫ વર્ષીય યુવા સેન્સેશન વૈભવ સૂર્યવંશી હવે આંતરરાષ્ટ્રીય પિચ પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. આ નવોદિત ખેલાડીની પ્રથમ વખત લિસ્ટ-એ ક્રિકેટ માટે ઇન્ડિયા 'A' ટીમમાં પસંદગી કરવામાં આવી છે. ફેન્સને ફરી એકવાર મેદાન પર તેની ચોગ્ગા-છગ્ગાની આતશબાજી જોવા માટે માત્ર ૯ દિવસની જ રાહ જોવી પડશે.
શ્રીલંકામાં રમાશે ત્રિકોણીય જંગ
ભારત, શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર
વૈભવ સૂર્યવંશી શ્રીલંકાની ધરતી પર રમાનારી મહત્વની ટ્રાય-સિરીઝમાં ભારત 'A' ટીમ તરફથી રમતો જોવા મળશે
સ્પર્ધક ટીમો:- આ ટૂર્નામેન્ટમાં ભારત 'A' નો મુકાબલો યજમાન શ્રીલંકા 'A' અને અફઘાનિસ્તાન 'A' ની ટીમો સામે થશે.પહેલી મેચ: ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ૯ જૂનના રોજ યજમાન શ્રીલંકા સામે રમાશે
આ પ્રવાસ માટે ભારતીય પસંદગીકારોએ યુવા અને અનુભવી ખેલાડીઓનું સંતુલન તૈયાર કર્યું છે:
કેપ્ટન અને વાઇસ કેપ્ટન: ઇન્ડિયા 'A' ટીમની કપ્તાની તિલક વર્માને સોંપવામાં આવી છે, જ્યારે ઋતુરાજ ગાયકવાડ ઉપકેપ્ટનની જવાબદારી નિભાવશે.
રિયાન પરાગ બહાર:- શરૂઆતમાં રાજસ્થાન રોયલ્સના સ્ટાર ખેલાડી રિયાન પરાગને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ ઈજાના કારણે તેને આ સિરીઝમાંથી બહાર થવું પડ્યું છે.
ઇન્ડિયા 'A' ની મજબૂત ટીમ પર એક નજર
આ ટૂર્નામેન્ટમાં ભારતના એવા ખેલાડીઓને તક આપવામાં આવી છે જેઓ ભવિષ્યની મુખ્ય ભારતીય ટીમમાં સ્થાન મેળવવા માટે પ્રબળ દાવેદાર છે
ડિપાર્ટમેન્ટપસંદ કરાયેલા મુખ્ય ખેલાડીઓ
બેટ્સમેન અને ઓલરાઉન્ડરતિલક વર્મા (C), ઋતુરાજ ગાયકવાડ (VC), વૈભવ સૂર્યવંશી, પ્રિયંશ આર્ય, આયુષ બદોની, નિશાંત સિંધુ, હર્ષ દુબે, સમીર રિઝવી.વિકેટકીપરપ્રભસિમરન સિંહ અને કુમાર કુશાગ્ર.બોલિંગ આક્રમણવિજય કુમાર, યશ ઠાકુર, યુવરાજ સિંહ, અંશુલ કમ્બોજ અને અર્શદ ખાન.
સૂર્યવંશી માટે કેમ ખાસ છે આ ટૂર્નામેન્ટ?
૧૫ વર્ષના વૈભવ માટે ઇન્ડિયા 'A' ના સ્તરે લિસ્ટ-એ ક્રિકેટ રમવાની આ સોનેરી અને પ્રથમ તક છે. આ અગાઉ તે કતારમાં યોજાયેલા ઇમર્જિંગ એશિયા કપ દરમિયાન ટી૨૦ ફોર્મેટમાં ભારતીય શેડો ટીમ તરફથી રમી ચૂક્યો છે. ક્રિકેટના નિષ્ણાતોનું માનવું છે કે, જો આ સિરીઝમાં વૈભવનું બેટ ચાલશે તો આગામી સમયમાં આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામે રમાનારી ટી૨૦ સિરીઝ માટે પણ તેના નામ પર વિચાર કરવામાં આવી શકે