BREAKING NEWS

રાજકોટ મનપામાં આગામી સપ્તાહથી ગમે ત્યારે વહીવટદાર રાજ લાગુ થશે

  • March 07, 2026 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચૂક્યું છે અને વર્તમાન બોડીની ટર્મ આગામી તા.૧૧ માર્ચના રોજ પૂર્ણ થઇ રહી છે ત્યારે હવે આગામી સપ્તાહમાં ગમે ત્યારે વહીવટદાર રાજ લાગુ થવાનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે.

રાજકોટ સહિત રાજ્યની છ મહાપાલિકામાં એકથી દોઢ મહિનો વહીવટદારરાજ આવશે. તા.૧૧ માર્ચ બાદ મહાપાલિકામાં ગમે ત્યારે વહીવટદાર શાસન લાગુ કરવાનો હુકમ થશે. નવી રચાયેલી મહાપાલિકાઓમાં તો હાલ વહીવટદાર જ કાર્યરત છે. જ્યારે રાજકોટ સહિત અન્ય મહાપાલિકાઓમાં વહીવટદાર તરીકે હાલમાં કાર્યરત મ્યુનિસિપલ કમિશનર અથવા અન્ય સિનિયર ઓફિસર મુકાશે તેમ જાણવા મળે છે.

રાજકોટ મહાપાલિકામાં વહીવટદાર તરીકે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને જ મુકાશે કે પછી અન્ય કોઇ આઇ.એ.એસ.ઓફિસર મુકાશે તેના ઉપર સૌની મીટ મંડાઇ છે. સામાન્ય રીતે તો મ્યુનિસિપલ કમિશનરને જ વહીવટદાર તરીકે નિયુક્ત કરાતા હોય છે. ગત ટર્મના અંતે કોરોનાકાળને કારણે ચૂંટણી બે મહિના વિલંબિત થતા તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલને જ વહીવટદાર તરીકે નિયુક્ત કરાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application