BREAKING NEWS

લીલી પરિક્રમા બીજી નવેમ્બરથી શરૂ કરવા તંત્રનો અનુરોધ

  • October 17, 2025 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જગરવા ગિરનારની ગોદમાં કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી લીલી પરિક્રમા યોજવામાં આવે છે. પરિક્રમા ના પૂર્વ આયોજન અર્થે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી જેમાં સંતો મહંતો અને સામાજિક સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પરિક્રમા નિર્ધારિત દિવસે જ પરંપરાગત રીતે શ થશે જેથી આગોતરી પરિક્રમા કરવા લોકોને ન આવવા તત્રં દ્રારા અનુરોધ કરાયો છે. આ ઉપરાંત પરિક્રમા ના ટ પર રહેલા બિસ્માર રસ્તા રીપેર કરવા, મેડિકલ ટીમ, ડ્રોન તથા સુરક્ષા કર્મીઓ, માર્ગેા પર રહેલા દબાણ દૂર કરવા, પ્લાસ્ટિક ઝોન કાર્યરત કરવા, પાણી, સફાઈ, આરોગ્ય, અન્ન ક્ષેત્રોને વ્યવસ્થા સહિતના વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને વિવિધ વિભાગોને તૈયારીઓ કરવા જણાવ્યું હતું.
ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા આગામી તા.૦૨ નવેમ્બરથી શ થશે. જેના આયોજન સંદર્ભે જૂનાગઢ કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટર  અનિલકુમાર રાણાવસીયાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ સરકારી વિભાગો સાથે સંકલન અને અમલીકરણ માટે વિવિધ વિષયો અને મુદ્દાની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં ફોરેસ્ટ વિભાગના સંકલનમાં તેમજ અન્ય વિભાગો દ્રારા કરવામાં આવી રહેલી કામગીરી આયોજન સંદર્ભે કલેકટર  અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે પરિક્રમા દરમિયાન યાત્રિકોને કોઈ અગવડતા ન પડે તેવું તંત્રનું આયોજન છે.ગિરનારની પ્રકૃતિ વન્યજીવ સૃષ્ટ્રિ અને ધર્મસ્થાનો આપણી ધરોહર છે. ત્યાં સ્વચ્છતા રહે પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય તે અંગે તકેદારી અને વ્યવસ્થા જાળવવા જણાવાયું હતું. આ તકે મહતં  ઈન્દ્રભારતી બાપુ દ્રારા યાત્રાળુઓ બહત્પ વહેલી પરિક્રમા શ ન કરી દે અને પરિક્રમાના સુનિશ્ચિત કરાયેલા ટ ઉપર જ પરિક્રમા કરે અને યાત્રાળુઓ સહેલાઈથી પરીક્રમા પૂર્ણ કરે તે બાબતે  સૂચનો કરવામાં આવ્યા હતા. જોકે મિટિંગમાં દર વખતે રજૂઆત થાય છે પરંતુ આગોતરી પરિક્રમા કરવા ભાવિકો આવી જતા હોવાથી ના છૂટકે અગિયારસના બદલે એક કે બે દિવસ પૂર્વે જ પરિક્રમા શ થાય છે અને વિધિવત પરિક્રમા શ થાય તે પૂર્વે તો અડધાથી વધુ પરિક્રમાથીઓ પરિક્રમા પૂર્ણ કરી નીકળી પણ ગયા હોય છે જે આ વખતે ન થાય તે માટે તત્રં એ માત્ર રજૂઆત સાંભળવાના બદલે કડક અમલવારી થાય તેવી પણ માંગ કરવામાં આવી છે.
 પરિક્રમામાં જંગલ વિસ્તારમાં વીજળી પુરવઠો સતત મળી રહે તે માટે જનરેટર મુકાવવામાં આવશે. પાણીના ૨૯ પોઇન્ટ ઊભા કરવામાં આવ્યા છે. ૭ બોર પણ આવેલા છે. આ ઉપરાંત આરોગ્ય જળવાઈ રહે તે માટે પ્રવાસીઓ માટે સ્થળ પર જ પ્રાથમિક સારવાર મળી રહે તે માટે જરી દવાનો સ્ટોક તૈયાર કરાવવો, એન.એસ.એસ. એન.સી.સી.ના સ્ટાફને  ફરજ ઉપર રાખવા, એમ્બ્યુલન્સ મુકાવવી, એસ.ટી. તત્રં દ્રારા કાળવા ચોકથી ભવનાથ મંદિર સુધી એકસટ્રા મીની બસો મુકાવવી,પરિક્રમાના રસ્તા સરખા કરાવવા, રિક્ષાના ભાડા મર્યાદિત રહે, દૂધ અને દૂધની બનાવટો, કરિયાણું યાત્રિકોને સમયસર મળી રહે તેવી વ્યવસ્થા જિલ્લા વહીવટી તત્રં દ્રારા તૈયાર કરવામાં આવી છે.
આ ઉપરાંત, પરિક્રમાના ટથી વન્ય પ્રાણીઓનું નિયંત્રણ થઈ શકે તે માટે વ્યવસ્થા કરાવવી, કંટ્રોલ મ ઊભા કરાવવા, ફોન નંબરની યાદી પ્રસિદ્ધ કરાવવી, ટની માહિતી આપતા સિલ અને માહિતીના બોર્ડ લગાવવા, રસોઈ કરવા માટેના બળતણ માટેના લાકડા માટે જરી વ્યવસ્થા, જંગલને નુકસાન ન થાય તે માટેનો  પ્લાસ્ટિક ઝોન ઊભા કરાવવા, ડોકટર નર્સ, ફાયર બ્રિગેડ, ૧૦૮ ની ટીમો સ્ટેન્ડ બાય રાખવી, અન્ન ક્ષેત્રોમાં માલ સમાન લઈ જવા માટેના સ્ટાફ અને વાહનોની પાસની કામગીરી, પરિક્રમાના પૂર્વ નિરીક્ષણ માટેની ટીમો બનાવવી, ફરજ ઉપરના તમામ સ્ટાફને  વ્યવસ્થા સહિતના મુદ્દે ચર્ચા થઈ હતી અને સંસ્થાઓ તેમજ સાધુ–સંતોના સૂચનોને પણ ધ્યાનમાં લેવામાં , ડ્રોન કેમેરાથી મોનીટરીંગ કરવામાં આવે,ઓ.આર.એસ. લિકિવડ માટેના પોઇન્ટ ઊભા કરાયા, મોબાઈલ નેટવર્ક માટે સુચા સંકલન કરાવવું, જરી પોલીસ બંદોબસ્ત,જાહેર શૌચાલયો ઊભા કરાવવા, દામોદર કુંડ ખાતે યાત્રિકોના સ્નાન માટે વ્યવસ્થા કરાવવી, ડોળી વાળાને ઊભા રખાવવા, રોડ યાં યાં સાંકડા છે ત્યાં પહોળા કરાવવામાં આવે, અન્નક્ષેત્ર ચાલુ કરાવવાની વ્યવસ્થા કરાવવી, પરિક્રમા પછી સફાઈ કામગીરી તાત્કાલિક કરાવવામાં આવે, પરિક્રમાના માર્ગ જળવાઈ રહે તે માટે બંને બાજુ દોરડા બંધાવવા, ટ્રાફિક સંચાલન કરાવવું, પાકિગ સ્પોટ ઊભા કરાવવા, રોડ ઉપરથી દબાણો હટાવવા સહિતની તમામ બાબતો અંગે તકેદારી રાખવામાં આવશે અને આયોજન કરવા જણાવ્યું છે
બેઠકમાં સાધુ સંતો, જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમ્મર, મેયર  ધર્મેશભાઈ પોશીયા, ડેપ્યુટી મેયર  આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રીમતી પલ્લવીબેન ઠાકર, જિલ્લા વિકાસ અધિકારી  એચ.પી.પટેલ, જિલ્લા પોલીસ વડા  સુબોધ ઓડેદરા, સામાજિક અગ્રણીઓ, વેપારીઓ, વિવિધ એસોસિએશનના સભ્યો, મંત્રીઓ,  અગ્રણી સર્વ શ્રી યોગેન્દ્રસિંહ પઢિયાર, શ્રી બટુકભાઈ મકવાણા, શ્રી ભાવેશભાઈ વેકરીયા, ખોડીયાર રાસ મંડળના પ્રમુખ શ્રી જાદવભાઈ તેમજ અન્ય ક્ષેત્રોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા

દર વર્ષે આગોતરી પરિક્રમા શરૂ થાય છે પરંપરા વિસરાય છે અને રજૂઆતો દબાય છે
જોકે મિટિંગમાં દર વખતે રજૂઆત થાય છે પરંતુ આગોતરી પરિક્રમા કરવા ભાવિકો આવી જતા હોવાથી ના છૂટકે અગિયારસના બદલે  બે દિવસ પૂર્વે જ પરિક્રમા શ થાય છે .અને વિધિવત પરિક્રમા શ થાય તે પૂર્વે તો અડધાથી વધુ પરિક્રમાથીઓ પરિક્રમા પૂર્ણ કરી નીકળી પણ ગયા હોય છે. જેથી બેઠકમાં અને સૂચનો લેવામાં આવે છે. તે બાબતે કડક અમલવારી પણ કરવી જોઈએ બાકી તો પરિક્રમા ની પરંપરા દર વખતે વહેલી યોજવામાં આવે છે અને વિધિવત પરિક્રમા ની પરંપરા વિસરાઈ જાય છે અને રજૂઆતો દબાઈ જાય છે .જે આ વખતે ન થાય તે માટે તત્રં એ માત્ર રજૂઆત સાંભળવાના બદલે કડક અમલવારી થાય તેવી પણ માંગ કરવામાં આવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application