BREAKING NEWS

ધોળે દાડે ફ્લેટમાં જ છરીના ઘા ઝીંકી યુવાનનું ઢીમ ઢાળી દેવાયું, પત્નીએ ચીસાચીસ કરી મુકી, પ્રેમલગ્ન કરતા યુવતીના પરિવારે હત્યા કર્યાનો આક્ષેપ

  • January 23, 2026 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના પંચેશ્ર્વર ટાવર વંડાફળી વિસ્તારમાં આવેલા આદીનાથ રેસીડેન્સીમાં આજે સવારે જૈન વણિક યુવાનની છરીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા નિપજાવવામાં આવતા અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી હતી, આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ફલેટ, પગથીયા, લીફટ ઠેર ઠેર લોહીના ડાઘા જોવા મળ્યા હતા, મૃતકની પત્નીના હાથ પણ લોહીથી લથબથ જોવા મળ્યા હતા, સીટી–એ અને એલસીબી સહિતની ટુકડીઓ દ્રારા તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો છે બનાવ સ્થળના સીસીટીવી ફૂટેજ કબ્જે લઇને આરોપીઓનું પગેરુ દબાવવા અલગ અલગ ટીમોને દોડતી કરવામાં આવી છે, આજે વસતં પંચમીના દિવસે યુવાનની કરપીણ હત્યાના બનાવથી અરેરાટી ફેલાઇ જવા પામી છે.


પત્નીએ ચીસાચીસ કરી મુકી હતી

શહેરના સતત ધમધમતા પંચેશ્ર્વર ટાવરના વંડાફળી વિસ્તારમાં આવેલા આદીનાથ રેસીડેન્સીના પાંચમા માળે રહેતા નિલય અશોકભાઇ કુંડલીયા (ઉ.વ.૩૫) નામના વણિક યુવાન આજે સવારના આશરે દસેક વાગ્યાના સુમારે તેના ઘરે હતા ત્યારે બે થી ત્રણ શખ્સો અચાનક ઘસી આવ્યા હતા અને છરીના ઉપરા ઉપરી ઘા ઝીંકી દેતા નિલયભાઇ લોહી લુહાણ હાલતમાં ઘરમાં જ ઢળી પડયા હતા. આ વેળાએ હાજર તેમના પત્નીએ ચિસાચિસ કરી મુકી હતી, બચાવવાનો પ્રયત્ન પણ કર્યેા હતો. પોતે પણ લોહીના ડાઘાથી લથપથ થઇ ગયા હતા, ભારે દેકારો થતા પાડોશીઓ એકત્ર થઇ ગયા હતા અને તાકીદે ૧૦૮ અને પોલીસને જાણ કરવામાં આવી હતી.


લોહીથી લથબથ ઢળી પડેલા યુવાનને જીજી હોસ્પિટલ ખસેડાયો પણ...

તાબડતોબ લોહીથી લથબથ ઢળી પડેલા યુવાનને જી.જી. હોસ્પીટલ લઇ જવામાં આવેલ પરંતુ ત્યાં તેનો મુતદેહ જ પહોચ્યો હતો, હત્યાના બનાવની જાણ થતા સીટી–એ ડીવીઝનના પીઆઇ એન.એ. ચાવડા સ્ટાફ સાથે સ્થળ પર દોડી ગયા હતા, એલસીબીની ટુકડી પણ તપાસમાં જોડાઇ હતી, પ્રેમ પ્રકરણના કારણે આ હત્યા નિપજાવવામાં આવી હોવાનું અનુમાન લગાવીને આ દિશામાં તપાસના કેમેરા કેન્દ્રીત કરવામાં આવ્યા હતા.


મૃતક યુવાને થોડા મહિના પહેલા પ્રેમલગ્ન કર્યા હતા 

મૃતક યુવાને થોડા મહિના પહેલા પ્રેમલગ્ન કર્યા હતા જે તેની પત્નીના પરિવારને પસદં ન હોય આથી યુવતીના ભાઇ સહિતના શખ્સ ઘસી આવ્યા હતા અને આ હુમલો કરી દીધાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. બીજી બાજુ પોલીસ દ્રારા ઘટના સ્થળના એપાર્ટમેન્ટના સીસીટીવી ફૂટેજ કબ્જે કરવામાં આવ્યા છે અને તેના આધારે આરોપીઓનુ પગેરૂ દબાવવામાં અલગ અલગ ટીમોને દોડતી કરવામાં આવી છે. બનાવના કારણે ચકચાર સાથે શોકની લાગણી ફેલાઇ ગઇ છે. આજે સવારે આ બનાવ સામે આવતા મિડીયાકર્મીઓ સહિતના ઘટના સ્થળે દોડી ગયા હતા જ્યાં મૃતકના પાડોશીએ મીડિયા કર્મીઓને કહ્યું હતું કે મૃતકનો સાળો અને તેનો મિત્ર આ સ્થળે આવ્યા હતા અને છરી વડે હુમલો કરી ઘટનાને અંજામ આપ્યો છે પોલીસ સીસી કેમેરાના ફત્પટેજ તપાસ અર્થે લઇ ગઇ છે.


પરિવારની હાજરીમાં યુવાનને વેતરી નાખ્યો

આજે સવારે વંડાફળી વિસ્તારમાં ફલેટમાં ઘસી આવેલા શખ્સોએ નિલય કુંડલીયા નામના યુવાનની છરીઓના ઘા ઝીંકી ઘાતકી હત્યા નિપજાવી નાશી છુટયા હતા, નિલય ઉધોગનગરમાં નોકરી કરે છે થોડા વર્ષેા પુર્વે અહી રહેવા આવ્યો હતો અને યુવતિ સાથે લવ મેરેજ કર્યા હતા, દરમ્યાનમાં આજે સવારે શુક્રવારે નિલય ઘરે હોય તેના માતા–પિતા અને પત્ની પણ ઘરે હાજર હતા એ દરમ્યાન આરોપીઓએ હિંચકારો હત્પમલો કરી નાશી છુટયા હતા.


ફ્લેટ, પગથિયા, લીફ્ટ પાસે લોહીના ડાઘા

આદીનાથ રેસીડેન્સીમાં યુવાનની ઘાતકી હત્યાનો બનાવ બનતા ઘરમાં લોહીના ખાબોચીયા ભરાઇ ગયા હતા, મૃતકના પત્નીના કપડા પણ લોહીના ડાઘાવાળા થયા હતા અને બનાવના પગલે ચોધાર આંસુએ રૂદન કરતા માહોલ ગમગીન બન્યો હતો, ફલેટ, પેસેજ, લીફટ, પગથીયા અને બહારના ભાગે લોહીના ડાઘ જોવા મળ્યા હતા આમ યુવાનને નિર્દયતા પુર્વક તીક્ષણ હથિયારથી રહેસી નાખવામાં આવતા આ વિસ્તારમાં ભારે અરેરાટી પ્રસરી જવા પામી હતી. ​​​​​​​


સીસીટીવી ફૂટેજ કબ્જે લેવાયા: આરોપીઓનું પગેરૂ દબાવતી પોલીસ

પ્રેમ પ્રકરણના કારણે યુવાનની હત્યા કર્યાની વિગતો ચર્ચાઇ રહી છે દરમ્યાનમાં આજે સવારે ઘટના સ્થળે મિડીયાકર્મીઓ પહોચ્યા હતા ત્યારે મૃતકના પાડોશીએ કહયુ હતું કે ૧૦–૩૦ની આસપાસ યુવાન ઘરે હતો ત્યારે મૃતકનો સાળો અને તેનો મિત્ર છરી સાથે ઘસી આવ્યા હતા અને હત્પમલો કરી નાશી ગયા હતા, નાસતી વેળાએ કોઇ વચ્ચે આવતા નહી એવી પણ દાંટી મારી હતી. પોલીસ ઘટના સ્થળના સીસી ફત્પટેજ તપાસ અર્થે લઇ ગઇ છે અને તેના આધારે અલગ અલગ ટુકડીઓને દોડતી કરી આરોપીઓનુ પગેરુ દબાવવામાં આવ્યુ હોવાનુ પ્રાથમિક રીતે જાણવા મળ્યુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application