યુવાનને ખેતી માટે ગણોદના શખસ પાસેથી વ્યાજે રૂપિયા લીધા, જે ભરવા અન્ય ચાર પાસે ઉંચા વ્યાજે પૈસા લીધા: વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી પગલું ભયુ: ચાર શખસો સામે ગુનો નોંધાય
ભાયાવદરમાં રહેતા યુવાન વ્યાજખોરીના અજગર ભરાડમાં ફસાતા તેણે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જે અંગે પોલીસે ચાર શખસો સામે મનીલેન્ડ અને યુવાનને મરવા મજબુર કર્યાની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
ભાયાવદરમાં આવેલ મયુરનગરમાં રહેતાં નિર્મળાબેન ઉર્ફે નીમુબેન ભગવાનજીભાઈ મકવાણા (ઉ.વ. ૫૩) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે દેવાંગ ભાવેશ વિરડા (રહે ગણોદ, ઉપલેટા), જસ્મીન અરવિંદ ચાવડા (રહે.લીલાખા, ઉપલેટા), મિહિર જીતેશ ચોવટીયા (રહે.ઉપલેટા) અને ઇન્દ્રજીતસિંહ ખીમજી ચૌહાણ (રહે.ઉપલેટા) ના નામ આપ્યા છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં એક દીકરો તથા એક દીકરી છે. જેમાં મોટો દીકરો રવિ હતો. તેનાથી નાની દીકરી હેતલ જે હાલ ગાંધીનગર ખાતે સાસરે છે. ફરીયાદીનાં પતિ આઠ વર્ષ પહેલા બીમારી સબબ અવસાન પામ્યા છે. ૨૮ વર્ષીય દીકરો રવિ સીદસર ખાતે ગૌ–શાળામાં કામ કરતો હતો. દરમિયાન તેઓની ખેતીની ૧૫ વિઘા પાણી વગરની જમીન હોઇ જેથી ખેતીકામ કરવા માટે છએક મહીના પહેલા ગૌ –શાળામાં કામ મુકી દીધેલ અને ખેતીકામ ચાલુ કયુ હતુ.
રવિને ખેતસુધારણા માટે પૈસાની જરીયાત પડતા ગયા વર્ષ ૦૮૨૦૨૫ પહેલા દેવાંગ વિરડા સીદસર ગૌ–શાળામાં મળેલ જેથી થયેલ હતી. તેઓ પાસેથી .૨ લાખ મહીનાના ૩ ટકા વ્યાજે લીધા હતા. બાદમાં દીકરાએ આ દેવાંગને પૈસા ભરી દીધેલ હતા. ફરીવાર તેઓ પાસેથી .૪ લાખ મહીનાના ૩ ટકા વ્યાજે લીધેલ હતા. જે પીયા પણ વ્યાજ તથા મુળ રકમ ભરી દીધેલ હતી. છએક મહીના પહેલા આ દેવાંગ પાસેથી .૭ લાખ મહીનાના ૩ ટકા વ્યાજે લીધેલ હતા. પુત્ર દર મહીને .૨૧ હજાર વ્યાજ ભરતો હતો. પુત્ર પાસે વ્યાજના પૈસા ના હોય જેથી જસ્મીન ચાવડા પાસેથી .૩ લાખ મહીનાના ૧૦ ટકા વ્યાજે લીધેલ હતા.
તેમજ મીહીર ચોવટીયા પાસેથી . ૫૦ હજાર મહીનાના ૩ ટકા વ્યાજે લીધેલ હતા. તે દર મહીને આ લોકોને વ્યાજના પૈસા ચુકવતો હતો. પુત્ર પાસે વ્યાજના પૈસા ના હોય જેથી ત્રણેય વ્યાજખોર દીકરાને ગાળો આપી વ્યાજની ઉઘરાણી કરતા અને મારી નાખવાની ધમકી આપતા હતાં. જેથી દીકરાએ આ લોકોને વ્યાજ ચુકવવા માટે મુળ રાજસ્થાનના ઇન્દ્રજીતસિંહ ખીમસિંહ ચૌહાણ જેઓને ભાયાવદરમાં કલરની દુકાન છે તેઓ પાસે એક મહીના પહેલા .૩ લાખ મહીને ૩ ટકા વ્યાજે લીધેલ હતા. તે વ્યાજના પૈસા ચુકવવાના હતા.
પરંતુ ખેતીકામમાં વપરાઇ જતા વ્યાજ ચુકવી શકેલ નહિ. જેથી આ લોકો રવિને ગાળો આપી વ્યાજની ઉઘરાણી કરતા હતા અને તેણીને પણ મીહીર તથા દેવાંગ ફોન કરીને વ્યાજની ઉઘરાણી કરતા હતા. જેથી ફરીયાદીએ દીકરાને કહેલ કે, બધુ સા થઇ જાશે તેમ કહી આશ્વાસન આપેલ હતુ. બાદમાં ગઈકાલે દીકરા રવિએ વાત કરેલ કે, મમ્મી હવે હત્પં ચારેય વ્યાજખોરના વ્યાજના ચુંગલમાં ફસાઇ ગયેલ છું. આ લોકો કહે છે કે, ઘરે આવીને મારી નાખીશ તેમ ધમકી આપે છે.
ફરીયાદી સવારે દશ વાગ્યે ઘરેથી રાજકોટ ડીસ્ટ્રીક કો.ઓ.બેંક ખાતે બુકમાં એન્ટ્રી કરવા માટે ગયેલ હતી, ત્યારે રવી ઘરે એકલો હતો. પરત ૧૧ વાગ્યાની આસપાસ ઘરે આવેલ અને ઘરે જોયુ તો હોલમાં આવેલ ખુણામાં હત્પકમાં દોરી વડે દીકરો ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application