જામનગર નજીક બેડની નદીમાં એક મહિલાએ ઝંપલાવ્યું હતું, આ વેળાએ દ્વારકા પદયાત્રાએ જનારા સંઘ પૈકીના કેટલાક પદયાત્રીઓનું ધ્યાન પડી જતાં તુરતં સલામત રીતે બહાર કાઢી ૧૦૮ને જાણ કરી હતી. આથી સારવાર માટે જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જામનગર તાલુકાના ગાગવા ગામમાં રહેતી ઝરીનાબેન બાબુભાઈ નામની ૪૫ વર્ષીય મહિલા ગઇ સાંજે બેડની નદીમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ વેળાએ ત્યાંથી પદયાત્રાના સંઘ નીકળી રહ્યા હતા, જે પૈકીના કેટલાક પદયાત્રીઓનું ધ્યાન પડતાં તેઓએ દોડી જઈ મહિલાને બચાવી લીધી હતી, અને પાણીમાંથી બહાર કાઢી જરૂર સારવાર કરી હતી.
સાથો સાથ ૧૦૮ની ટીમને પણ બોલાવી લીધી હતી, જેથી ૧૦૮ ની ટુકડી સ્થળે પહોંચી ગઈ હતી, અને મહિલાને પ્રાથમિક સારવાર આપી દીધી હતી, જેથી તેણીનો જીવ બચી ગયો હોવાથી હાલ બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, અને તેણીના પરિવારજનો પણ આવી ગયા છે. સમગ્ર મામલામાં પોલીસ દ્વારા આ બનાવ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે. પદયાત્રીઓ, અને ૧૦૮ની ટીમના ઇ.એમ.ટી. સમીરખાન તેમજ પાયલોટ હિરેનભાઈ પરમાર વગેરેના પ્રયાસોથી એક મહિલાનો જીવ બચ્યો છે.