BREAKING NEWS

રાજકોટ મનપાની ચૂંટણી માટે કુલ ૨૪૩ ઉમેદવારી ફોર્મ માન્ય રહ્યાં

  • April 14, 2026 08:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી આગામી તારીખ ૨૬ એપ્રિલના રોજ યોજાનાર છે. ત્યારે આ ચૂંટણી માટે ૫૫૪ જેટલા ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા હતા જેની ચકાસણીના અંતે ૨૪૩ જ ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા. તેમજ ૩૧૧ ઉમેદવારી ફોર્મને અમાન્ય જાહેર કરવામાં આવ્યા છે. 
રાજકોટ મહાનગરપાલિકાના ૧૮ વોર્ડ માટે વિવિધ રાજકીય પક્ષો અને અપક્ષ સહિત ૨૪૩ ઉમેદવારોના ઉમેદવારી પત્રક માન્ય રાખવામાં આવ્યા છે. મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માટે તમામ વોર્ડમાંથી ભાજપ, કોંગ્રેસ, આપ, બીએસપી અને અન્ય અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં કુલ ૫૫૪ જેટલા ફોર્મ ચૂંટણી પંચના અધિકારીઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ગત તારીખ ૧૩ એપ્રિલના રોજ આ તમામ ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાંથી ૩૧૧ જેટલા ફોર્મને અમાન્ય જાહેર કરી ૨૪૩ જેટલા ઉમેદવારી ફોર્મને માન્ય રાખવામાં આવ્યા હોવાનું ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ ચૂંટણી માટે બીએસપી એ પોતાના ૧૦ ઉમેદવારોના ફોર્મ રજૂ કર્યા હતા અને તેમાંના તમામ ૧૦ ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે. જ્યારે અપક્ષ ચૂંટણી લડવા ઇચ્છતા ૨૭ ઉમેદવારોના રજૂ થયેલા ફોર્મમાંથી ૧૯ ફોર્મ માન્ય અને ૮ ફોર્મને અમાન્ય જાહેર કરવામાં આવ્યા છે. એ સિવાય આમ આદમી પાર્ટીના રજૂ થયેલા ૧૩૦માંથી ૭૦ ફોર્મ માન્ય અને ૬૦ ફોર્મ અમાન્ય જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસે ૧૪૩ ફોર્મ રજૂ કરતા તેમાંથી ૭૨ માન્ય અને ૭૧ અમાન્ય જાહેર કરવામાં આવ્યા છે. ભાજપએ સૌથી વધુ ૨૪૪ ફોર્મ રજૂ કર્યા હતા, તેમાંથી ૭૨ માન્ય અને બાકીના ૧૭૨ અમાન્ય જાહેર કરવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News