BREAKING NEWS

રાઇઝિંગ રાજકોટ: રેસકોર્સ આર્ટ ગેલેરીમાં ૨૦ વર્ષની વિકાસ યાત્રાનું અદભૂત પ્રદર્શન

  • November 25, 2025 02:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ મહાપાલિકા દ્વારા ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી રેસકોર્ષ ખાતે રાજકોટની શહેરી વિકાસ યાત્રા-૨૦ વર્ષની યશોગાથા – પ્રદર્શનનો શુભારંભ તા.૨૨ના રોજ કરવામાં આવ્યો હતો. ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, રેસકોર્ષ ખાતે રાજકોટની શહેરી વિકાસ યાત્રા-૨૦ વર્ષની યશોગાથા પ્રદર્શનનું તા.૨૨-૧૧-૨૦૨૫ થી તા.૨૧-૧૨-૨૦૨૫ સુધી આયોજન કરવામાં આવેલ છે. જેનો સમય સવારે ૧૦ થી રાત્રીના ૧૦ વાગ્યા સુધીનો રહેશે. બે દિવસમાં ૫૦૦૦થી વધુ શહેરીજનોએ પ્રદર્શનની મુલાકાત લીધી અને નાગરિકો તરફથી પ્રદર્શન અંગે ઉત્સાહ, પ્રશંસા અને ગૌરવભર્યો પ્રતિસાદ મળ્યો હતો.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત રાજકોટની શહેરી વિકાસ યાત્રા – ૨૦ વર્ષની યશોગાથા” પ્રદર્શન શરૂઆતથી જ શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. શહેરના ભૂતકાળથી લઈ વર્તમાન અને ભવિષ્યના વિકાસ સુધીની સફર રજૂ કરતું આ પ્રદર્શન રાજકોટની સતત પ્રગતિ, આયોજનબદ્ધ વૃદ્ધિ અને શહેરી સુધારાના પ્રયાસોની જીવંત સાક્ષી બની રહ્યું છે.પ્રદર્શનના પ્રથમ જ દિવસથી નાગરિકોની વધતી ભીડ, સોશિયલ મીડિયામાં વધતી ચર્ચા અને મુલાકાતીઓના ઉત્સાહભર્યા પ્રતિસાદે આ પ્રદર્શનને ખરેખર રાઇઝિંગ રાજકોટનું પ્રતિનિધિત્વ આપ્યું છે.

પ્રદર્શનની વિશેષતાઓ જે સૌને મંત્રમુગ્ધ કરે છે તેમાં ઈતિહાસિક રાજકોટની વારસાગાથા – જૂના નકશા, હેરિટેજ સ્થાનક, અછોડાઈ ગયેલી દુર્લભ તસવીરો અને રાજકીય-સાંસ્કૃતિક પરંપરાઓની યાદગાર રજૂઆત કરાઇ છે. આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સફર – નવા બ્રિજ, મોબિલિટી સિસ્ટમ, ગ્રીન પાર્ક, સ્વચ્છતા સિસ્ટમ, રાજકોટ મનપાની ટેક્નોલોજી આધારિત કામગીરી વગેરેનું ડિજિટલ પ્રેઝન્ટેશન. સ્વચ્છતા અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ-છેલ્લા ૨૦ વર્ષમાં થતા પરિવર્તનોનું ઇન્ફોગ્રાફિક ડેટા, સ્માર્ટ મિશન મોડ્યુલો, સીસી ટીવી નેટવર્ક, ડ્રેનેજ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના આધુનિક માળખાં વિગેરે તેમજ

ભવિષ્યની ઝલક આવનારા વર્ષના સ્માર્ટ મોડિલિટી, નવો ગ્રીન ટ્રાન્સપોર્ટ, ઈ-ગવર્નન્સ અને સસ્ટેઈનેબલ શહેરનું વિઝન.પાંચથી વધુ થીમેટિક ગેલેરીઓ-દરેક ગેલેરીમાં અલગ-અલગ વિષય આધારિત સ્ટોરી ટેલિંગ.વિદ્યાર્થીઓ માટે વિશેષ ઈન્ટરએક્ટિવ ઝોન–એઆર/ વીઆર માધ્યમથી વિકાસની યાત્રાનો અનુભવ. એ.આઈ.ની મદદથી અલગ અલગ લોકેશનમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે સેલ્ફીનો અનુભવ વિગેરે છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ નાગરિકોને પરિવાર, મિત્રો, વિદ્યાર્થીઓ સાથે આ યશોગાથા નિહાળવા જાહેર આમંત્રણ પાઠવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application