રાજકોટ પેરોલ પર જેલમુકત થયા બાદ બે વર્ષથી ફરાર કેદીને પેરોલ ફર્લેા સ્કોવડની ટીમે અમદાવાદથી ઝડપી લીધો હતો. થોરાળા વિસ્તારની સગીરાને ભગાડી જઇ તેના પર દુષ્કર્મ આચરવાના ગુનામાં આ શખસને આજીવન કેદની સજા પડયા બાદ તે રાજકોટ જેલમાં કાપી રહ્યો હતો દરમિયાન પેરોલ મળતા ફરાર થઇ ગયો હતો.
જાણવા મળતી વિગતો મુજબ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્રારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે અપાયેલી સૂચનાના પગલે પેરોલ ફર્લેા સ્કોવડના પીઆઇ બી.એમ.ઝણકાંટની રાહબરી હેઠળ પીએસઆઇ જે.જી.તરૈયા તથા ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે પેરોલ પર છુટયા બાદ ફરાર થઇ ગયેલા પાકા કામના કેદી સંજય પુંજાભાઇ બારૈયા(ઉ.વ. ૨૧ રહે. મૂળ નવા મુવાળા તા. વિરપુર જી.મહિસાગર હાલ નારોલ ચાર રસ્તા,અમદાવાદ) ને અમદાવાદ બાવળા હાઇ વે રોડ નવાપુરા ગામ પાસેથી ઝડપી લઇ રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કર્યેા હતો.
પોલીસે જણાવ્યુ હતું કે, આરોપી સામે વર્ષ ૨૦૧૪ માં થોરાળા વિસ્તારમાંથી સગીરાને ભગાડી જઇ તેના પર દુષ્કર્મ આચરવા અંગે પોકસોનો ગુનો નોંધાયો હતો. જે કેસ ચાલી જતા અદાલતે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. દરમિયાન આરોપી બે વર્ષ પૂર્વે સાત દિવસના પેરોલ પર છુટયા બાદ ફરાર થઇ ગયો હતો. હાલ તે અમદાવાદમાં ડ્રાઇવીંગ કરવા લાગ્યો હતો. આરોપીને ઝડપી લેવાની આ કામગીરીમાં પેરોલ ફર્લેા સ્કોવડના પીઆઇ બી.એમ.ઝણકાંટ, પીએસઆઇ જે.જી.તેરૈયા, એસસઆઇ ઝહીરભાઇ ખફીફ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, હેડ કોન્સ. સીરાજભાઇ ચાનીયા, રોહિતભાઇ કછોટ, અંકિતભાઇ નિમાવત, કોન્સ. અમીનભાઇ ભલુર, કુલદીપસિંહ જાડેજા, શાંતુબેન મુળીયા, દોલતસિંહ રાઠોડ સાથે રહ્યા હતાં.