ભાયાવદરના પોકસોના ગુનામાં કોર્ટે સજા ફટકાર્યા બાદ રાજકોટ મધ્યસ્થ જેલમાં બંદીવાન પાકા કામનો કેદી વચગાળાના જામીન પર છુટ્યા બાદ કરાર થઈ ગયો હતો. જે કેદીને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ઝડપી લઇ જરૂરી કાર્યવાહી કરી હતી. રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા નાસતા ફરતા આરોપીઓને તથા વચગાળાના જામીન પર રજા પરથી ફરાર થઈ ગયેલા આરોપીઓને પકડવા સૂચના આપવામાં આવી હોય એલસીબી જેને લઇ ગ્રામ્ય એલસીબી પીઆઇ જે.પી.રાવની રાહબરી હેઠળ ટીમ તપાસમાં હતી. દરમિયાન વચગાળાના જામીન પર રાજકોટ મધ્યસ્થ જેલમાંથી મુક્ત થયા બાદ ફરાર થઈ ગયેલા પાકા કામના કેદી પિયુષ કિશોરભાઈ માકડીયા (ઉ.વ.35 રહે. ભાયાવદર મતવા શેરીતા. ઉપલેટા) ને શાપર શીતળા માતાજીના મંદિર પાસેથી ઝડપી લીધો હતો. બાદમાં આ કેદીને રાજકોટ મધ્યસ્થ જેલહવાલે કરવા શાપર વેરાવળ પોલીસ સ્ટેશનને સોંપી દીધો હતો. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ કેદી પિયુષ માકડીયા સામે વર્ષ 2024 માં ભાયાવદર પોલીસ સ્ટેશનમાં પોકસો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. જે કેસમાં ધોરાજી એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા આરોપીને સજા ફટકારવામાં આવી હતી. ત્યારબાદ તેને રાજકોટ મધ્યસ્થ જેલહવાલે કરવામાં આવ્યો હતો. દરમિયાન ગઈ તારીખ 2-5-2026 ના આ કેદીના દસ દિવસના વચગાળાના જામીન મંજૂર થયા હતા અને તેને તા. 13-5-2026 ના હાજર થવાનું હોય પરંતુ તે હાજર ન થઈ ફરાર થઈ ગયો હતો. જેથી ગ્રામ્ય એલસીબીની ટીમે તેને શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરી હતી. આ કામગીરીમાં એલસીબીના પીએસઆઇ કે.એમ. ચાવડા, એચ.સી. ગોહિલ, આર.વી. ભીમાણી, પી.એન. ભરવાડ તથા એએસઆઇ બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, ઇન્દ્રસિંહ જાડેજા, જયવીરસિંહ રાણા અનિલભાઈ ગુજરાતી હેડ કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ, ભગીરથસિંહ, ધર્મેન્દ્રભાઈ, કોન્સ્ટેબલ રણજીતભાઈ, વિજયભાઈ, ભાવેશભાઈ સાથે રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application