દિલ્હી પોલીસે હાઈકોર્ટના આદેશ પર કાર્યવાહી કરીને, જંતર–મંતર પરથી પર્યાવરણ કાર્યકર્તા અને શિક્ષણવિદ સોનમ વાંગચુકને ઉપાડી લીધા અને તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા. તેમની બગડતી તબિયતને કારણે, તેમને આજે વહેલી સવારે જંતર–મંતરથી સફદરજગં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે વાંગચુકને જરી તબીબી સારવાર પૂરી પાડવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
સોનમ વાંગચુકને જંતર–મંતર પરથી હટાવ્યા પછી, દિલ્હી પોલીસ પણ ત્યાંથી વિરોધીઓને દૂર કરી રહી છે. આ દરમિયાન, અભિજીત દીપક ઘટનાસ્થળે પાછા ફર્યા છે અને જાહેરાત કરી છે કે તેઓ આજે ઉપવાસ શ કરી રહ્યા છે, અને ૨૦ જુલાઈએ કૂચપણ થશે. સોનમ વાંગચુક કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામાની માંગણી સાથે ઉપવાસ પર બેઠા હતા. આ આંદોલનને વિપક્ષ તરફથી ભારે સમર્થન મળી રહ્યું હતું. તાજેતરમાં આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ, સપા નેતા ડિમ્પલ યાદવ અને કોંગ્રેસના નેતા પવન ખેડા મુલાકાત માટે પહોંચ્યા હતા. કોંગ્રેસના કેસી વેણુગોપાલે પણ સરકારને અસંવેદનશીલ ગણાવી હતી અને વાંગચુકને પોતાનો જીવ જોખમમાં ન મૂકવાની સલાહ આપી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, કેટલાક પ્રદર્શનકારીઓએ હાઈકોર્ટના આદેશનો અમલ કરતી વખતે કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ કર્યેા હતો, જેના કારણે થોડીવાર માટે ખલેલ પહોંચી હતી. જોકે, પોલીસે અત્યતં સંયમ રાખ્યો અને સમગ્ર કામગીરી સુરક્ષિત રીતે પૂર્ણ કરી. પોલીસે જંતર–મંતર પર હાજર પ્રદર્શનકારીઓને શકય તેટલી વહેલી તકે શાંતિપૂર્ણ રીતે વિરોધ સ્થળ ખાલી કરવા અપીલ પણ કરી હતી.
નોંધનીય છે કે સોનમ વાંગચુક ૨૮ જૂનથી અનિશ્ચિત સમય માટે ભૂખ હડતાળ પર હતા. ગઈકાલે જારી કરાયેલા મેડિકલ બુલેટિનમાં જણાવાયું હતું કે તેમનું વજન લગભગ નવ કિલોગ્રામ ઘટી ગયું છે, જેનું વજન ૫૬.૫૫ કિલોગ્રામ છે. લાંબા ઉપવાસને કારણે ડોકટરોએ તેમની બગડતી સ્થિતિ અંગે ચિંતા વ્યકત કરી હતી
દિલ્હી હાઇકોર્ટે સોનમ વાંગચુકના સ્વાસ્થ્યનું નિયમિત નિરીક્ષણ કરવાનો અને જર પડે તાત્કાલિક તબીબી સહાય આપવાનો આદેશ આપ્યો હતો. તેના જવાબમાં, પોલીસે તેમને આજે વહેલી સવારે જંતર–મંતરથી સફદરજગં હોસ્પિટલમાં ખસેડા, યાં તેમની હાલમાં સારવાર ચાલી રહી છે. આ માહિતી દિલ્હી ડીસીપીના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્રારા પણ શેર કરવામાં આવી હતી. હાઈકોર્ટના આદેશો અને તબીબી નિષ્ણાતોની સલાહ અનુસાર, સોનમ વાંગચુકની તબિયત લથડતી હોવાથી તેમને જરી તબીબી સંભાળ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે હાઈકોર્ટના આદેશોનો અમલ કરતી વખતે, વિરોધીઓએ પ્રક્રિયામાં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ કર્યેા હતો, જેના કારણે થોડી અરાજકતા સર્જાઈ હતી. જોકે, પોલીસે સંયમ રાખ્યો અને સમગ્ર પ્રક્રિયા સુરક્ષિત રીતે પૂર્ણ કરી.
કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક પ્રમુખ અભિજીત દીપકેએ કહ્યું, યારે હત્પં સવારે ૭ વાગ્યે ફ્રેશ થવા માટે બહાર ગયો ત્યારે પોલીસ ગુંડાઓ આવ્યા. તેઓએ સોનમ સર સાથે દુવ્ર્યવહાર કર્યેા અને તેમને ખેંચીને લઈ ગયા. દિલ્હી પોલીસે ૨૦ દિવસથી ભૂખ હડતાળ પર રહેલા અને કઈં ખાધું ન હોય તેવા ૬૦ વર્ષીય વ્યકિતને બળજબરીથી ખેંચીને લઈ ગયા. અમને ખબર નથી કે તેઓ તેમને કયાં લઈ ગયા છે. યારે મને આ સમાચાર મળ્યા અને હત્પં મારા મિત્રના ઘરેથી જંતરમંતર જઈ રહી હતી, ત્યારે પોલીસે મારા પર પણ હત્પમલો કર્યેા. આ પોલીસ અધિકારીઓ નથી; તેઓ આરએસએસ ગુંડા છે. હત્પં હમણાં જ વિદેશથી ઘરે પાછો ફર્યેા છું; શું હત્પં ગુનેગાર છું? તેઓ ગુંડા છે, પોલીસ નહીં, પણ આરએસએસના ગુંડા છે