રાજયના અનેક ભાગોમાં જુલાઈ મહિનામાં અપેક્ષા મુજબ વરસાદ ન પડતાં ખેડૂતો, પાણી સંચાલન તત્રં અને સામાન્ય જનતા ચિંતામાં છે. સામાન્ય રીતે જુલાઈ સૌથી વધુ વરસાદ ધરાવતો મહિનો માનવામાં આવે છે, પરંતુ આ વર્ષે મહિનાના મધ્ય સુધી વરસાદમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ચાલુ સીઝનમાં અત્યાર સુધીમાં જણાવ્યા અનુસાર ૧૬ જુલાઈ સુધી દેશભરમાં સામાન્ય કરતાં અંદાજે ૨૪ ટકા ઓછો વરસાદ નોંધાયો છે. જુલાઈમાં સરેરાશ ૨૮૦.૪ મિમી વરસાદ થવો જોઈએ, યારે અત્યાર સુધી માત્ર ૨૧૩.૧ મિમી વરસાદ જ નોંધાયો છે.હવામાન વિભાગ દ્રારા આજથી આગામી ત્રણ દિવસ સુધી અમદાવાદ, ગાંધીનગર સહિત સમગ્ર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર્ર–કચ્છ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટાં પડવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. યારે ૨૧મીથી ૨૩મી જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું જોર થોડું વધી શકે છે અને ત્યાં વધુ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. જો કે, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર્ર–કચ્છમાં વરસાદની સ્થિતિ સામાન્ય જ રહેશે.વરસાદની અછતને કારણે ખરીફ પાકની વાવણી પણ પ્રભાવિત થઈ છે. ગયા વર્ષે આ સમયગાળા સુધી ૬૩૨.૬૯ લાખ હેકટર વિસ્તારમાં વાવણી થઈ હતી, યારે આ વર્ષે તે ઘટીને ૫૩૧.૨૫ લાખ હેકટર રહી છે. એટલે કે લગભગ ૧૦૧.૪૪ લાખ હેકટર (૧૬.૦૩ ટકા) વિસ્તાર ઓછો વાવાયો છે. વરસાદના અભાવે ખેડૂતો સિંચાઈ પર વધુ નિર્ભર બન્યા છે અને પાકના ઉત્પાદન અંગે ચિંતા વધી રહી છે. જળાશયોની સ્થિતિ પણ ચિંતાજનક છે. દેશના ૧૬૬ મોટા જળાશયોમાં કુલ સંગ્રહ ક્ષમતાની સામે માત્ર ૩૨.૩૮ ટકા પાણી ઉપલબ્ધ છે. જોકે ગયા વર્ષની સરખામણીએ પાણીનો જથ્થો ૬૩.૫૨ ટકા વધુ છે અને સામાન્ય સરેરાશ કરતાં ૭.૬૨ ટકા વધુ હોવાનું જણાવાયું છે. સૌથી વધુ જળસંગ્રહ ધરાવતા રાયોમાં મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર્ર અને ઓડિશાનો સમાવેશ થાય છે. આ રીતે જુલાઈમાં વરસાદની અછતને કારણે ખેતી અને જળસંચય પર અસર જોવા મળી રહી છે, પરંતુ શ્રાવણ મહિનામાં સારો વરસાદ થવાની સંભાવનાથી ખેડૂતો અને સામાન્ય લોકોને રાહત મળવાની આશા જાગી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application