રાજકોટના પડધરી પંથકમાં કુખ્યાત શખસે બેફામ કાર ચલાવી રિક્ષાને ફંગોળી અનેક લોકોને હડફેટે લઇ ભયનુ વાતાવરણ સર્જી દીધી હતું. આ શખસોએ રસ્તામાં મોબાઇલની લુંટ પણ ચલાવી હતી. પોલીસે વિસ્તાર કોર્ડન કરી મોરબીના લિસ્ટેડ બુટલેગર નવઘણ બાંભવા સહિતના ચાર શખસોને કોર્ડન કરી કાર, મોબાઈલ સહિતનો મુદામાલ કબ્જે કર્યેા હતો. મોરબી અને ટંકારા વિસ્તારમાં પકડાયેલ એક કરોડના દાનો મુખ્ય સૂત્રધાર સહિતના શખસો દા ભરેલ વાહનનું પાયલોટીંગમાં કરતાં હતાં, પરંતુ દા પકડાઈ જતાં આ શખસો બેફામ બન્યાં હતાં.
પડધરીના રાદડ ગામે રહેતાં યજુરાજસિંહ શાંતુભા જાડેજા (ઉ.વ.૨૨) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મોરબીના નવઘણ બાંભવા સહિત ત્રણેક અજાણ્યા શખસોના નામ આપી જણાવ્યું હતું કે, તેમની પાસે સીએનજી રીક્ષા છે.
ગઈ તા.૦૬ ના સાંજના સાતેક વાગ્યાની આસપાસ સી.એન.જી. રીક્ષામાં સરપદડ ગામેથી ગામના શિવરાજસિંહ જાડેજા તથા જયપાલસિંહ જાડેજાને બેસાડીને ગામ રાદડ આવતો હતો ત્યારે સરપદડથી રાદડ ગામની વચ્ચે પાવર હાઉસથી આગળ રોડ પર ૫હોચતા સામેથી એક સફેદ કલરની બલેનો કાર પુર ઝડપે આવેલ અને સરપદડ ગામ તરફ ગયેલ હતી. પાછળ જોતા બે–ત્રણ બાઈક પાછળ આવતા હોય જે બાઈક ચાલકો કારને રોકવાનો પ્રયત્ન કરતા તેઓની આગળથી આ કાર યુટર્ન લઈ પરત પુરપાટ ઝડપથી આવેલ જેથી રીક્ષામાં બેસેલ જયપાલસિંહ જાડેજાએ કહેલ કે, આ કાર આપડી ઉપર ચડાવી દેશે અને મારી નાખશે આપડે રીક્ષામાંથી નીચે ઉત્તરી જઈએ જેથી ત્રણેય ઝડપથી રીક્ષામાથી કુદકો મારી નીચે ઉતરી ગયેલ ત્યાં આ કાર પુર ઝડપે આવેલ અને રીક્ષાને પાછળથી ટક્કર મારતા રીક્ષા રોડની નીચે વોંકળામાં પડી ગયેલ અને આ કાર ચાલક રીક્ષાને ટક્કર મારી નાશી ગયેલ હતો.
કારનો નંબર જીજે–૦૩–પીજે–૫૭૬૧ હતો. બાદ કૌટુંબીક ભાઇ સહદેવસિંહ જાડેજા તેની કાર લઈને ત્યાથી નીકળતા ત્રણેય તેની કારમાં બેસીને ગામ પહોંચેલ ત્યારે ગામના પાદરમાં ઘણા માણસો ભેગા થઈ ગયેલ અને ત્યાં ભાઈ યશપાલસિંહે હાજર હતો જેથી તેને આ બનાવ બાબતે વાત કરેલ તો ભાઈએ કહેલ કે, સરપદડ ગામે એક ઈકો કાર સાથે આ બલેનો કાર વાળાએ અકસ્માત કરેલ અને તેની સાથે માથાકુટ કરતો હતો, જેથી હત્પં વચ્ચે પડતા જોયેલ તો તે નવઘણ ભાંભવા ભરવાડ હતો. તેને સમજાવેલ કે, કેમ આવી રીતે ગાડી ચલાવે છે, કોઈ મરી જાશે તો કેહવા લાગેલ કે આજે તો મારી જ નાખવા છે બધાને તેમ બોલી બોલાચાલી કરેલ અને આ ગાડીમાં તેની સાથે બીજા ત્રણ માણસો હતા.
આ સફેદ કલરની બલેનો કારના ચાલક નવઘણ બાંભવાએ કાર પુરઝડપે ચલાવી રીક્ષા સાથે પાછળથી ટક્કર મારી રીક્ષા વોકળામાં પડી જતા આશરે . ૩૦ હજારનું નુકશાન કરી તેમજ આરોપીઓએ ગાળો આપી મારી નાખવાની ધમકી આપી બેથી ત્રણ વ્યકિતઓને ઇજા પહોંચાડતા ફરીયાદ નોંધાવી હતી.. બનાવની ગંભીરતા જોઈ રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્રારા આરોપીને પકડવાની આપેલ સૂચનાથી પડધરી પોલીસ મથકના પીઆઈ એમ.જી. ચૌહાણની રાહબરીમાં અલગ–અલગ ટીમો બનાવી આ કાર ઝડપી લઇ લુંટી લીધેલો મોબાઇલ કબજે કર્યેા હતો. પકડાયેલ આરોપીઓમાં નવઘણ મોહન બાંભવા (ઉ.વ–૩૨, રહે.હાલ–તુલશી પાર્ક સોસાયટી શનાળા રોડ મોરબી), નારણ નાથા બાંભવા (ઉ.વ. ૪૭ રહે. રૈયા રોડ, શિવપરા શેરી નં.૨, હનુમાન મઢી પાસે રાજકોટ), રવિ રઘુ બાંભવા (ઉ.વ.૩૦, રહે. ભરવાડવાસ, પડધરી) અને પ્રવિણ મંગા બાંભવા (ઉ.વ. ૪૧, રહે. દિગ્વિજય પ્લોટ, શેરી ન.ં ૫૧, જામનગર) નો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું હતું કે, નવઘણ બાંભવાનો મોરબી એ.ડિવિઝન પોલીસ મથકની ટીમે .૫૭.૪૫ લાખનો દા અને ટંકારા પોલીસે .૪૩.૨૧ લાખનો વિદેશી દા પકડો હતો. જેમનું પાયલોટીંગ નવઘણ બાંભવા કરી રહ્યો હતો. જેમનું એક કરોડનો દા પકડાતા તેણે બેફામપણે કાર હંકારી આ કૃત્ય આચયુ હતું.