BREAKING NEWS

ઘોઘાના પડવા ગામ નજીકથી વિદેશી દા‚ ભરેલી કાર સાથે એક શખ્સ ઝડપાયો

  • November 12, 2025 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ઘોઘાના પડવા-મોરચંદ રોડ પર ચોકડી નજીકથી ઘોઘા પોલીસે વિદેશી દારૂની ૩૪૫ બોટલ કિં.રૂ.૭૪,૧૭૫ અને ૨ મોબાઇલ ફોન  કિં.રૂ.૨૦,૦૦૦ તેમજ મારૂતી વીટારાબ્રેજા કાર કિં.રૂ.૬,૦૦,૦૦૦ મળી કુલ કિં.રૂ.૬,૯૪,૧૭૫ ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.અન્ય બે શખ્સો ફરાર 
ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર અને ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક  નીતેશ પાંડેયની સીધી  સુચના તેમજ  નાયબ પોલીસ અધિક્ષક  આર.આર.સિંઘાલના માર્ગદર્શન હેઠળ ઘોઘા પોલીસ મથક  વિસ્તારમાં પ્રોહી.- જુગાર કેસો શોધી કાઢવા સુચનાઓ આપવામાં આવેલ.
જે  સુચના અને માર્ગદર્શન હેઠળ ઘોઘા પોલીસ પોલીસ મથકના ઈન્ચાર્જ પો.સબ.ઇન્સ. બી.કે.ગોસ્વામીની રાહબરી અને માર્ગદર્મન હેઠળ સર્વેલન્સ સ્કોડના પોલીસ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પડવા ગામથી મોરચંદ ગામ તરફ જતા પડવા ગામ પાવર પ્લાન્ટ જવાના રોડ  પર ચોકડી નજીક શંકાસ્પદ  કાર ઉભેલ જણાતા કારમાં  તપાસ કરતા કાર માંથી   ગ્લોબસ ગ્રીન પ્રિમિયમ વ્હીસ્કી ૧૮૦ એમ.એલ.  બોટલ નંગ-૩૪૫ કિં.રૂ.૭૪,૧૭૫, એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૫૦૦૦, એપલ  મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૧૫૦૦૦ મળી આવતા  વીટારાબ્રેજા કાર  રજી.નંબર  ૠ ઉં ૩૮ ઇ અ ૦૯૧૫કિ.રૂ.૬૦૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૬, ૯૪, ૧૭૫ના મુદ્દામાલ સાથે કારમાં બેસેલ બ્રીજરાજસિંહ સુખદેવસિંહ ગોહિલ (ઉ.વ.૨૫, ધંધો.ખેતી રહે. ઓદરકા ગામ તા.ઘોઘા, જી.ભાવનગર)ને ઝડપી લઈ પૂછપરછ કરતા નરેન્દ્રસિંહ ઉર્ફે જયપાલસિંહ અનોપસિંહ ગોહીલ (રહે.પડવા ગામ તા.ઘોઘા જી.ભાવનગર) અને  ઈન્દ્રજીતસિંહ ઉર્ફે ઈન્દુભા બાબભા ગોહિલ (રહે મોરચંદ ગામ તા.ઘોઘા જી.ભાવનગર)ના નામો ખુલતા ત્રણેય સામે પ્રોહીબીશન હેઠળ ગુનો દાખલ કરી ફરાર બન્ને શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.આ કામગીરીમાં પો.સબ.ઇન્સ. બી.કે.ગોસ્વામી અને  સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ. ભગીરથસિંહ લાલુભા ગોહિલ, અલ્પેશભાઇ રણછોડભાઇ ગલસર, અનીલભાઇ હિંમતભાઇ મકવાણા, અર્જુનસિંહ ભાવસિંહ ગોહિલ તેમજ ઘોઘા પોલીસ મથકનો  સ્ટાફ જોડાયો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application