BREAKING NEWS

રાજકોટના શખસે ગોંડલના વૃદ્ધ સાથે રૂા.૧.૫૬ કરોડની ઠગાઈ આચરી

  • April 20, 2026 01:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલની બેંક સોસાયટી વિસ્તારમાં રહેતા ૮૮ વર્ષીય નિવૃત્ત વૃદ્ધને મિલકતોમાં રોકાણ કરી ત્રણ–ચાર વર્ષમાં રકમ ડબલ કરી આપવાની લાલચ આપી રૂા. ૧,૫૬,૬૫,૦૦૦ પડાવી લેવા અંગે રાજકોટના શખ્સ વિદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદી દયાળજીભાઈ દેવરાજભાઈ મકવાણા (ઉ.વ. ૮૮) એ ગોંડલ  બી–ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, આશરે સાત વર્ષ પહેલાં તેમના ઘરે રસોઈ બનાવવા આવતા કાજલબેનના પતિ રાજેશભાઈ સુરેશચદ્રં શાહ રહે. રાજકોટ સાથે તેમની મિત્રતા થઈ હતી. રાજેશભાઈએ પોતાને મોટા મંત્રીઓ સાથે સંબધં હોવાનું કહી ફરિયાદીને વિશ્ર્વાસમાં લીધા હતા.
રાજેશભાઈએ દયાળજીભાઇ ને  એવી લાલચ આપી હતી કે જો તેઓ મિલકતોમાં રોકાણ કરશે તો મંત્રીઓ દ્રારા ત્રણ–ચાર વર્ષમાં તેમના નાણાં ડબલ કરી આપવામાં આવશે. વૃદ્ધે કુલ રૂા. ૧,૫૬,૬૫,૦૦૦ વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૨ દરમિયાન રાજેશભાઈને અલગ–અલગ ૨૩ જેટલી મિલકતોમાં રોકાણ કરવા માટે આપ્યા હતા.
રાજેશભાઈ એ વૃદ્ધના પરિવારજનોને આ વ્યવહારની જાણ ન થાય તે માટે તેમનો એન્ડ્રોઈડ ફોન બધં કરાવી સાદો મોબાઈલ ખરીદાવ્યો હતો, જેથી લોકેશન કે વાતચીત ટ્રેક ન થઈ શકે. યારે સમય મર્યાદા પૂર્ણ થતા પોતાના પૈસા પાછા માંગ્યા, ત્યારે આરોપી રાજેશભાઈએ પૈસા આપવાની સ્પષ્ટ્ર ના પાડી દીધી હતી. પોલીસે આરોપી રાજેશભાઈ સુરેશચદ્રં શાહ વિદ્ધ બીએનએસએસની કલમ ૧૭૩ અને આઈ.પી.સી. કલમ ૪૨૦ મુજબ ગુનો નોંધી  તપાસ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News