રાજકોટ પીસીબીએ કાલાવડ રોડ કોટેચા ચોક તરફ જતા ધ વાઈટ ક્રો શોરૂમની સામેથી રીક્ષામાંથી ૨૪૦ દારૂ બોટલ સહિત કુલ રૂ.૨,૮૦,૦૬૪ ના મુદ્દામાલ સાથે લોધિકાના શખસને પકડી પાડ્યો હતો તેમજ માલવીયાનગર પોલીસે ગોંડલ રોડ પાસે મકાનમાંથી રૂ.૧૧,૫૨૦ ની ૯૬ દારૂ બોટલ સાથે શખસને પકડી પાડી ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
દારૂના આ દરડાની જાણવા મળતી વિગતો મુજબ, પી.સી.બી. શાખાના પી.આઈ. એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. પી.બી.ત્રાજિયાની રાહબરી હેઠળ એ.એસ.આઇ. મહીપાલસિંહ ઝાલા તથા ઘનશ્યામસિંહ ચૌહાણ સહિત પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે કાલાવાડ રોડ કોટેચા ચોક તરફ જતા ધ વ્હાઇટ ક્રો શો રૂમની સામે રોડ પર ઓટો રીક્ષામાં વિદેશી દારૂની હેરફેર કરવા શખસ રીક્ષામાં દારૂનો જથ્થો લઈને ઊભો છે. પોલીસે બાતમીના આધારે શંકાસ્પદ ઓટો રિક્ષાને પકડી તપાસ કરતા રિક્ષામાંથી અલગ અલગ બ્રાન્ડની ૨૪૦ દારૂ બોટલ મળી આવી હતી જેની કિંમત રૂ.૮૦,૦૬૪ થઈ હતી.પોલીસે હાજર શખસ વિશાલ અરુણભાઈ રાઠોડ(ઉં વ ૩૬) (રહે મેટોડા જીઆઇડીસી, લોધીકા)ને પકડી દારૂ બોટલ, ઓટો રીક્ષા સહિત કુલ રૂ.૨,૮૦,૦૬૪નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
દારૂના બીજા દરોડામાં, માલવીયાનગર પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.એમ.કૈલાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. કે.ડી.મારુની રાહબરી હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે ગોંડલ રોડ ગઢવી સાહેબના દવાખાનાની બાજુમાં રહેતા નાનજી રાખસીયાએ દારૂ વેચાણ અર્થે ઘરમાં દારૂનો જથ્થો છુપાવીને રાખ્યો છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડી તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની રૂ.૧૧,૫૨૦ની કિંમતની ૯૬ દારૂ બોટલ મળી આવી હતી. પોલીસે હાજર શખસને પકડી પાડી પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
આ કામગીરીમાં એ.એસ.આઈ. કેતનભાઇ શેખલીયા, ઓલી સાઈડ કોન્સ્ટેબલ અજયભાઈ વિકમા, પૃથ્વીરાજસિંહ ચુડાસમા, કૃણાલસિંહ ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ ગઢવી, મનીષભાઈ સોઢીયા, જયદીપસિંહ ભટ્ટી, અમરદીપસિંહ જાડેજા સહિતનો સ્ટાફ સાથે રહ્યો હતો....