આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
સુરત શહેરના પુણે પો.સ્ટે.ના પ્રોહિબીશનના ગુન્હાના લીસ્ટેડ નાસતા ફરતા આરોપીને ભાવનગર સ્પેશલ ઓપરેશન ગ્રુપે ઝડપી લીધો હતો. ભાવનગર રેન્જના આઇ.જી.પી. ગૌત્તમ પરમાર અને પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયએ ભાવનગર શહેર તથા જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે ખાસ સુચના કરેલ હોય.જે મુજબ એસ.ઓ.જી. શાખાના ઇ/ચા પોલીસ ઇન્સ્પેકટર ડી.યુ.સુનેસરાના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી પોલીસ બાતમી આધારે સુરત શહેરના પુણે પોલીસ સ્ટેશન ગુ.ર.ન. ૧૧૨૧૦૦૪૬૨૫૦૭૦૧/૨૦૨૫ પ્રોહિ એકટ કલમ ૬૫એ,ઇ, ૧૧૬(બી) વિગેરે મુજબના લીસ્ટેડ નાસતા ફરતા આરોપી સંજય ગંભીરભાઇ ચૌહાણ રહે.ગોકુળ ધામ કાળીયાબીડ ભાવનગર પોતાના ઘરે હાજર છે. જે બાતમી આધારે તપાસ કરતા નીચે મુજબનો નાસતો ફરતો આરોપી હાજર મળી આવતા તેની પુછપરછમાં પોતે ઉપરોકત ગુન્હામા પકડવાના બાકી હોવાનુ જણાવતા સંજય ગંભીરભાઇ ચૌહાણ (ઉ.વ. ૩૩ ધંધો વેપાર રહે.પ્લોટ નં.૨૮૦૧, ગોકુળધામ રોડ, મોમાઇ ચોક, કાળીયાબીડ ભાવનગર)ને ઝડપી લીધો હતો. આ કામગીરીમાં એસ.ઓ.જી પોલીસ ઇન્સ્પેકટર ડી.યુ.સુનેસરા સાહેબ તથા અજઈં જયરાજસિંહ જાડેજા તથા હેડ કોન્સ. મહિપાલસિંહ ગોહિલ રાજેન્દ્રસિંહ ગોહિલ તથા પો.કોન્સ કાનજીભાઇ નકુમ જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
ડ્રગ્સ તસ્કરી અને મની લોન્ડરિંગ મામલે EDના મેગા ઓપરેશનથી ફફડાટ: ગુજરાત-મહારાષ્ટ્રમાં એકસાથે દરોડા
ત્રીજા પક્ષની દખલગીરી મંજૂર નહીંઃ સરહદ વિવાદ પર ભારતે નેપાળને રોકડું પરખાવ્યું
દેશમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દેશમાં નંબર વનઃ જયદેવ શાહ
અમેરિકામાં ‘ઓપરેશન ચેકમેટ’ નો સપાટો: ગેરકાયદેસર રહેતા 30 ભારતીય ટ્રક ડ્રાઇવરોની ધરપકડ; ટૂંક સમયમાં ભારત ડિપોર્ટ કરાશે
વિરાટ કે રજત નહીં RCBનો આ ખેલાડી છે 'લકી ચાર્મ', જેટલી મેચ રમ્યો બધામાં જીત મળી
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech