BREAKING NEWS

ગોંડલના દેવડા ગામ નજીક બાઈક સ્લિપ થતા પ્રૌઢનું મોત

  • January 02, 2026 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ગોંડલના દેવડા ગામ નજીક અકસ્માતમાં ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવેલા પ્રૌઢને સારવાર માટે જુદી જુદી હોસ્પિટલમાં ખસેડાયા બાદ અંતે રાજકોટ સિવિલમાં લાવતા દમ તોડી દીધો હતો.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના દેવડા ગામે રહેતા ઘનશ્યામભાઈ વાલજીભાઈ ગોંડલીયા (ઉ.વ.65)ના પ્રૌઢ ગત તા.31ના સાંજે સાતેક વાગ્યે સુલ્તાનપુરથી દેવડા ઘરે જતા હતા ત્યારે સુલ્તાનપુરથી દેવડા વચ્ચે બાઈક સ્લિપ થવાથી ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢને સારવાર માટે પ્રથમ વડિયા બાદ જૂનાગઢ અને ત્યાંથી રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું ચાલુ સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ હતી. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફ દ્વારા સુલતાનપુર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક બે ભાઈ બે બહેનમાં મોટા હતા અને સંતાનમાં એક દીકરો દીકરી છે પોતે ખેતીકામ કરતા હતા. સુલતાનપૂર કોઈ કામ સબબ ગયા હતા ત્યાંથી પરત ઘરે ફરતી વખતે અક્સમાત નડ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application