રાજકોટ ગોવાથી રૂ.૩૪.૩૪ લાખનો દારૂ રાજકોટ ઠલવાય તે પુર્વે પોલીસે ઝડપી લીધો હતો. પીસીબીની ટીમે કુવાડવા પાસે ટ્રકમાંથી ૫,૩૮૬ બોટલ દારૂ સાથે બે રાખસોને ઝડપી લઇ રૂ.૪૪.૭૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, શહેર પોલીસ કમિટનર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી ચૈતન્ય મંડલીક દ્વારા શહેર વિસ્તારમાં દારૂની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરી આરોપીને પકડી પાડવાની આપેલ સૂચનાથી પીસીબી પીઆઈ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે સાથેના પીએસઆઈ પી. બી. ત્રાજીયા, હેડ કોન્સ્ટેબલ દીલીપભાઈ બોરીચા, ઉમેશભાઈ ચાવડા અને કોન્સ્ટેબલ વિશાલભાઈ દવેને અમદાવાદ તરફથી દારૂ ભરેલ એક ટ્રક રાજકોટ તરફ આવી રહ્યો હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે પીસીબીની ટીમ કુવાડવા નજીક ભગીરથ પેટ્રોલ પંપ પાસે વોચમાં હતી ત્યારે ત્યાંથી પસાર થયેલ ટ્રક નં.એચ.આર.૩૮.વી.૪૯૬૧ ને અટકાવી ચાલકને અટકમાં લઈ નામ પૂછતા પોતાનું નામ થાનસિંહ તીતારામ કુશવાહ (ઉ.વ.૩૪, (રહે. ચીકી (દમેરી), ઘોલપુર રાજસ્થાન) અને સાથેના શખ્સે ચંદ્રભાણ મેઘસિંહ કુશવાહ (ઉ.વ.૨૯, રહે ચૌકી, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. પીસીબીની ટીમે ટૂંકમાં તપાસ કરતાં તેમાંથી અલગ અલગ બ્રાન્ડની ૫૩૮૬ બોટલ દારૂ રૂ.૩૪.૭૪ લાખનો જથ્થો મળી આવતાં બંને શખ્સોનો ધરપકડ કરી દારુ, ટ્રક સહિત કુલ રૂ.૪૪.૭૯ લાખનો મુલ્લમાલ કબ્જે કરી આરોપીની શરૂ કરી હતવધુમાં પોલીસે જણાવ્યું હતું કે, બને શખસોને રાજસ્થાનના બુટલેગર સુમન ઔતારસિંગ ગુર્જરે ગોવાથી દારૂ ભરી આપ્યો હતો અને રાજકોટ જ સપ્લાય કરવાનો હતો. જો કે, રાજકોટના બુટલેગર પાસે દારુ પહોંચે તે પહેલાં જ પીસીબીએ = પકડી પાડી દારુ મોકલનાર અને મંગાવનાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application